Vadodara

વડોદરાના એડવોકેટ સામે યુવતીએ મરજી વિરુદ્ધ શારિરીક સંબંધ બાંધી ધમકી આપી હોવાની પોલીસ કમિશનર‌ને ફરિયાદ

ક્રેડિટ કાર્ડના માર્કેટિંગની જોબ કરતી યુવતીને લોભ લાલચ આપી પ્રેમસંબંધ બાંધી એડવોકેએ યુવતીની મરજી વિરુદ્ધ શારિરીક સંબંધ બાંધી ધમકી આપી

આઠ વર્ષ અગાઉ વકીલે પોતાની ઓફિસમાં તથા તાજેતરમાં પત્નીની હાજરીમાં ઘરે પશ્ચાતાપ માટે બોલાવી પત્નીના આડકતરા સહયોગથી બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો

(પ્રતિનિધિ) વડોદરા તા.25

શહેરમાં આઠ વર્ષ અગાઉ એક બેંકના ક્રેડિટ કાર્ડના માર્કેટિંગ માટે કામ કરતી યુવતીને એક એડવોકેટ સાથે ક્રેડિટ કાર્ડ બાબતે પરિચય થતાં આ પરિચયમાં યુવતીની સુંદરતા પાછળ ઘેલા એડવોકેટે યુવતીને પામવા માટે લોભ લાલચ આપી પોતે યુવતીને ખૂબ પ્રેમ કરે છે અને તેના વગર જીવી નહીં શકે તેમ ભ્રામક વાતો થકી ભોળવી પોતાની ઓફિસમાં યુવતીની મરજી વિરુદ્ધ શારિરીક સંબંધ બાંધ્યો હતો અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી યુવતીને ચૂપ કરાવી હતી તાજેતરમાં પોતાની પત્ની સમક્ષ પશ્ચાતાપ કરવા ઘરે બોલાવી પત્નીના આડકતરા સહયોગથી ફરી એકવાર બળજબરીથી શારીરિક સંબંધ બનાવતા યુવતીએ શહેર પોલીસ કમિશનર સમક્ષ ન્યાયની માગ કરી છે.

આઠ વર્ષ અગાઉ શહેરની એક પ્રિયા નામની યુવતી (નામ ઓળખ બદલ્યું છે) બેંકના ક્રેડિટ કાર્ડના માર્કેટિંગ ની જોબ કરતી હતી તેણીની મુલાકાત શહેરના દિવાળીપુરા કોર્ટમાં વકીલાત કરતા એડવોકેટ સાથે ક્રેડિટ કાર્ડ લેવા બાબતે થઇ હતી જેથી એડવોકેટે પોતાની પાસે ઘણા મિત્રો અને અસીલો આવતા હોય ક્રેડિટ કાર્ડ માટે કસ્ટમરો આપશે તેમ જણાવી યુવતીનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો અને અવારનવાર ફોન કરતા હતા સમય જતાં યુવતી પ્રિયાને પોતે તેણીના વિના જીવી નહીં શકે અને ગળાડૂબ પ્રેમમાં હોવાની ભ્રામક વાતો કરી ઇમોશનલી યુવતી સાથે ક્રેડિટ કાર્ડ માટે ગ્રાહકો આપવાની લોભ લાલચ, પ્રલોભન આપી પ્રેમજાળમાં ફસાવી હતી ત્યારબાદ પોતાની પાસે ઘણા લોકોના ક્રેડિટ કાર્ડ માટે ડેટા આવી ગયેલ હોવાનું પ્રિયાને જણાવી દીવાળીપુરા કોર્ટ સામેની ઓફિસમાં બોલાવી હતી જ્યાં પ્રિયાને હાથ પકડી પોતે તેણીને ખૂબ પ્રેમ કરે છે તેમ જણાવતાં પ્રિયા ડઘાઇ ગઇ હતી અને પોતે ત્યાંથી જવાની વાત કરતાં એડવોકેટે ધમકાવી હતી કે “તમારી મરજીથી મારી સાથે પ્રેમ હોય ઓફિસમાં આવી શારિરીક સંબંધ બાંધવા કહ્યું હતું જેથી સમાજમાં તારી જ બદનામી થશે” તેમ કહી યુવતીની મરજી વિરુદ્ધ શારિરીક સંબંધ બાંધ્યા હતા જેથી પ્રિયા ડરી જતા આ વાત કોઇને કરી ન હતી કે એડવોકેટ સામે કોઈ પગલાં લીધા ન હતા તથા સંપર્ક તોડી દીધાં હતાં પરંતુ તાજેતરમાં એડવોકેટે પ્રિયાને ફોન કરીને પોતાની પત્નીને સમગ્ર મામલે જાણ થઇ ગઇ હોય પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય છે માટે પત્ની સમક્ષ પોતે પશ્ચાતાપ કરી માફી માગવા ઇચ્છે છે તેમ જણાવતા પ્રિયા કોઇનું લગ્નજીવન ન ભાંગે તે માટે એડવોકેટના ઘરે જતાં ત્યાં એડવોકેટે પોતાની પત્ની સામે જ યુવતી પ્રિયા સાથે શારીરિક અડપલા શરુ કર્યા હતા ત્યારે એડવોકેટના પત્નીએ પોતે બહાર નીકળી બે ત્રણ કલાક બાદ પરત આવવાનું જણાવી આડકતરી રીતે પતિને સહયોગ આપી બહાર જતા રહ્યા હતા તે દરમિયાન એડવોકેટે પ્રિયાની મરજી વિરુદ્ધ શારિરીક સંબંધ બાંધ્યો હતો અને આ વાત કોઇને કરે તો તેણીને તથા તેના પરિવારના સભ્યોને પતાવી દેવાની ધમકી આપતા યુવતીએ હિંમત દાખવી લંપટ એડવોકેટ વિરુદ્ધ લોભ લાલચ, પ્રલોભન થકી બળજબરીથી શારીરિક સંબંધ બાંધી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા શહેરના વકીલ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

Most Popular

To Top