Business

વડોદરાના એજન્ટે અમેરિકામાં નોકરી માટેના વિઝા બનાવી આપવાના બહાને 3 લોકોને રુ. 1.34 કરોડની ચૂનો ચોપડયો.


વડોદરા શહેરના ગોરવા ગેંડા સર્કલ માં ઓફિસ ધરાવતા વિઝા એજન્ટ દ્વારા વડોદરા ના લેબર કોન્ટ્રાક્ટર અને મહિલા સહિત આણંદની મહિલાને પણ વિદેશમાં નોકરી માટેના વિઝા અપાવવાની લાલચ આપીને રુ. 1.34 કરોડ પડાવી લીધા હતા. પરંતુ વિઝા માટેની કોઈ પ્રોસેસ કરી ન હોય અને રૂપિયા માંગવા છતાં પરત ન કરતા તેની સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા હરિધામ ફ્લેટમાં રહેતા જીગ્નેશકુમાર સુર્યકાંત પટેલ લેબર કોન્ટ્રાક્ટર છે. તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે 23 એપ્રિલ ના રોજ ન્યુઝ પેપરમાં એક જાહેરાત હતી જેના અમેરીકામાં રહેતા પટેલ ફેમીલીને રસોઈ કામ તથા નાનુ બાળક સાચવવા માટે બહેન જોઇએ છે. જેથી મારા પત્ની પ્રતિમા પટેલને અમેરીકા ખાતે નોકરી માટે જવાનું હોય મોબાઈલ નંબર પર ફોન કરતા હેમલ ઉર્ફે મેહુલ મહેંદ્ર પટેલ સાથે વાત કરતા પત્નીને અમેરીકા ખાતે નોકરી માટે મોકલવા જણાવી ગેંડા સર્કલ સારાભાઈ કેમ્પસ ખાતેની ઓફિસે બોલાવ્યા હતા. જેથી અમે તેને રૂબરૂ મળવા ગયા ત્યારે મારા પત્નીને અમેરીકા ખાતે મોકવા અંગેનો ખર્ચ રૂ. 7લાખ કહેતા અમને યોગ્ય લાગ્યો હતો. જેથી અમને હેમલ પટેલને ટુકડે ટુકડે સાત લાખ રૂપિયા પુરા ચૂકવી દીધા હતા. પરંતુ દોઢ માસ જેટલો સમય થયો હોવા છતાં હેમલ પટેલએ મારા પત્નીને અમેરીકા ખાતે નોકરી માટે મોકલ્યા ન હતા કે તેઓની કોઈ પ્રોસેસ કરી ન હતી. જેથી વારંવાર રૂપિયા માંગતા તેણે એમને 1.50 લાખ પરત આપ્યા હતા. બાકીના એક લાખનો સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા સસરા કનુભાઈ પટેલના નામનો પે ઓડર બનાવી આપ્યો હતો. વેરીફાઈ કરાવતા પે ઓડર ખોટો નીકળ્યો હતો અને રૂ.5.50 લાખ આપતો ન હતો. જેથી. ઉપરાંત રૂપિયાની માંગણી કરતા હેમલ પટેલે તેવી બિભત્સ ગાળો આપી અને પૈસા નહી મળે તારાથી પાય તે કરી લેજે અને મારા હાથમાં આવશો તો તમારે જીવ ગુજાવવાનો વારો આવશે તેવી મને ધમકી આપી હતી. ઉપરાંત વીઝા એજન્ટ હેમલ પટેલ મારી સિવાય આણંદ જિલ્લાના દાઓલ ગામે રહેતા સવિતાબેન રમેશભાઈ પટેલ પરીવારના સભ્યોને અમેરીકા ખાતે નોકરી માટેના વર્ક વિઝા અપાવવાના બહાને 1.25 કરોડ તથા સંધ્યા સમીર વૈજાપુરકર (રહે.રાજરત્ન સોસાયટી પોલો ગ્રાઉન્ડ વડોદરા )ને પણ અમેરીકા ખાતે નોકરી માટે વર્ક વિઝા અપાવવાના બહાને તેમની પાસેથી
રૂ.4.34 જેટલી રકમ પડાવી લીધા હોવાનું જાણવા મળ્યું હતું. આમ હેમલ પટેલ બે મહિલા સહિત ત્રણ લોકો સાથે વિદેશમાં નોકરી અપાવવાની લાલાજ આપીને 1.34 કરોડ રૂપિયાની છેતરપિંડી હાજરી હોય પોલીસે યુવકની ફરિયાદના આધારે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top