


આ સામાજિક તત્વોને ડામવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા અખાત પ્રયત્ન થઈ રહ્યા છે ત્યારે વડોદરા નો સ્લમ વિસ્તાર એવા એકતા નગર ખાતે આજરોજ વડોદરા શહેર પોલીસ જૂન 3 તથા 4 દ્વારા કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન ૩ અભિષેક ગુપ્તા અને ડીસીપી ઝોન ૪ પન્ના મુમાયાના અધ્યક્ષ સ્થાને આ કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ગુનાહિત ઇતિહાસ લોકોને ત્યાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું તેમજ શંકાસ્પદ જણાવતા ઇસમોને રાઉન્ડ ઓફ કરી અટકાયત ની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા લોકોની ગાડીઓ પણ વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન 3 અને 4 દ્વારા ડીટેઇન કરવામાં આવી હતી. અવર નવર શહેરમાં લુખ્ખા તત્વો નો ત્રાસ વધતા રહેવાના સાથે તેઓ ઉપર અટકાયતી પગલા લઈ અનિચ્છનીય બનતા બનાવો અટકાવવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા પ્રજાના સલામતીના ભાગરૂપે આજરોજ એકતા નગર ખાતે કોમ્બિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

