વડોદરા મહાનગરપાલિકા દ્વારા બિલ ગામ ટાંકી સંલગ્ન કામગીરીને કારણે બે દિવસ સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી વિતરણ બંધ
વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા શાખાની જાહેરાત મુજબ, શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા બિલ ગામની ટાંકી ખાતે જોડાણની કામગીરી કરવામાં આવશે. આ કામગીરી તા. 25 જૂન, 2025 ના બુધવારે સવારના પાણી વિતરણ બાદ શરૂ થશે. આ કારણસર બિલ ગામની ટાંકી ખાતેથી પાણી મેળવતા વિસ્તારોમાં તા. 25 જૂન, 2025 ના રોજ સાંજે અને તા. 26 જૂન, 2025 ના રોજ સવારે પાણીનું વિતરણ થશે નહીં. તા. 26 જૂન, 2025 ના ગુરુવારે બપોર બાદ પાણીનું વિતરણ વિલંબથી અને ઓછા સમય માટે થશે. સંબંધિત વિસ્તારના નાગરિકોને જરૂરીયાત મુજબ પાણીનો સંગ્રહ કરવા વિનંતી કરવામાં આવી છે.