Vadodara

વડોદરાના અનેક ઘરને ડૂબાડનાર અગોરા મોલમાં આખરે ડીમોલિશન

સવારથી પાલિકાના કાફલાએ પહોંચી કાર્યવાહી શરૂ કરી





વડોદરા પાલિકાએ આપેલી સમય મર્યાદાના કલાકો પૂરા થતા અગોરા મોલ સહિત વિશ્વામિત્રી નદી આસપાસના ગેરકાયદેસર દબાણ પર પાલિકાનું બુલડોઝર ફેરવવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે ટીડીઓના અધિકારીઓ અને દબાણની ટીમ સાથે શરૂ કરવામાં આવી હતી. પાલિકાની ટીમ અગોરા મોલમાં ક્લબ હાઉસ અને કમ્પાઉન્ડ વોલનું દબાણ દૂર કરવા પહોંચી હતી.

વડોદરા મહાનગર પાલિકાએ ગેરકાયદેસર દબાણોને 72 કલાકની નોટિસ આપી હતી. કેટલાક લોકોએ જાતે દબાણ દૂર કરવાનું શરું કર્યું હતું. ત્યારે આજે પાલિકા તરફથી આપેલી સમય મર્યાદાનો છેલ્લો દિવસ હોય પાલિકા TDOની ટીમ સાથે પોલીસ બંદોબસ્ત રાખી દબાણ શાખા બહુચર્ચિત અને પહેલાથીજ વિવાદોમાં રહેલા આગોરા મોલમાં જેસીબી અને બુલડોઝર સાથે દબાણ તોડવા પહોંચી હતી અને અગોરા મોલ ની કમ્પાઉન્ડ વોલ અને કલબ હાઉસ તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી.
ઉલ્લેખનીય છે જ્યારથી અગોરા મોલ બનાવવાની શરૂઆત થઈ ત્યાર mથીજ વિવાદ માં રહ્યું છે. પાલિકાની ટાઉન પ્લાનિંગથી લઇ કમિશનર, અધિકારીઓ અને નેતાઓએ અગોરા મોલ પર ખૂબ રાજનીતિની આગ સળગાવી રોટલા શેકી પોતાનું પેટ ભરી લીધું. આખરે અગોરા મોલનું સપનું બિલ્ડર સ્વર્ગીય આશિષ શાહ જીવતા જીવ પૂર્ણ ના થઈ શક્યું. આજ રોજ પાલિકા કે આપેલા 72 કલાક નો સમય પૂર્ણ થતાં પાલિકા દબાણ શાખા , ટાઉન પ્લાનિંગની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે આગોર મોલ નું દબાણ તોડવા પહોંચી હતી . કોઈપણ વિરોધ વગર અગોરા મોલની કમ્પાઉન્ડ વોલ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યાર બાદ ક્લબ હાઉસ પણ તોડવામાં આવશે.


પાલિકાની કામગીરી પર સવાલો તો હજી પણ જસના તસ છે … શું પાલિકા આટલી કામગીરી કરી સંતોષ માનશે? શું ખરેખર અગોરા મોલ થકી કમ્પાઉન્ડ વોલ અને કલબ હાઉસ જેટલું જ દબાણ થયું છે? અગોરા મોલ કોણ કેટલું કમાયું?
આવા નેક સવાલો ચર્ચા માં છે . જો હકીકત બહાર આવે તો કેટલાયના ઘર તૂટે એવી શક્યતા છે .

Most Popular

To Top