Vadodara

વડોદરાના અતિથિ ગૃહોમાં પણ સુરક્ષાનો અભાવ

વડોદરામાં ફાયર સેફ્ટીના અભાવના કારણે ઓફિસો, સ્કૂલો દુકાનો અને રેસિડન્ટ વિસ્તારમાં નોટિસ અપાઈ રહી છે.
પરંતુ તમે અતિથિગૃહ કે ખાનગી પાર્ટી પ્લોટ કોઈ પણ પ્રસંગ માટે બુક કરાવવા જાવ તો આ સવાલ જરૂર કરજો કે … આગ જેવી ઘટના થાય તો અતિથિગૃહ પાસે કેવી વ્યવસ્થા છે ?
કારણ કે લગ્ન પ્રસંગ હોય અથવા જન્મ દિવસ હોય કોઈ પણ શુભ પ્રસંગ હોય કે અશુભ પ્રસંગ પાલિકાના અતિથિગૃહ અને પાર્ટી પ્લોટ નો ઉપયોગ કરવામાં આવે છે જો આ પ્રસંગ માં કોઈ અણબનાવ થાય આગ લાગે તો ?
આજે ગુજરાતમિત્રની ટીમ દ્વારા વડોદરા શહેર ના અલગ અલગ વિસ્તાર ના પાલિકા ના અતિથિગૃહની ચકાસણી કરવામાં આવી પરંતુ ત્યાં ફાયર સેફ્ટી ના નામે માત્ર સીઝ ફાયર ના બોટલ જોવા મળ્યા. કોઈ બીજી વ્યવસ્થા જોવા મળી ના હતી. જ્યારે કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે અતિથિગૃહ ને પ્લાસ્ટિકના અલગઅલગ રંગ બે રંગી ફૂલો અને પ્લાસ્ટિક ડેકોરેશન થી શણગારે છે અને આ પ્રસંગ માં ૫૦૦ થી ૧૦૦૦ લોકો ની હાજરી હોય છે.ત્યારે આ અતિથીગૃહ માં તમારી સેફ્ટી કેટલી ?

માંજલપુર અતિથીગૃહ, વાઘોડિયા ઉમાં ચાર રસ્તા ઇન્દ્રપુરી અતિથી ગૃહ,અકોટા અતિથી ગૃહ અને અનેક ખનગી પાર્ટી પ્લોટ જ્યા અનેક લોકો પોતાના પરિવાર ના શુભ પ્રંગો મનાવતા હોય છે. માંજલપુર અતિથી ગૃહ અને બીજા ખાનગી પાર્ટી પ્લોટો તો એવા છે જ્યાં અંદર આવવાનો અને બહાર જવાનો માર્ગ એક જ છે .આવી પરિ્થિતિમાં કોઈ અગ્નિ કાંડ જેવો બનાવ બને તો ગંભીર પરિણામ આવી સકે છે. તંત્ર એ આ વિષય પર ધ્યાન આપવું જોઈએ.

Most Popular

To Top