Vadodara

વડોદરાના અકોટા-દાંડિયાબજાર બ્રિજ પર અકસ્માત, કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઈ ગઈ, ત્રણ વ્યક્તિને ઈજા

( પ્રતિનિધિ ) વડોદરા તા.23

વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર વધુ એક અકસ્માતની ઘટના બની હતી. મોડી રાત્રે 2 વાગ્યાના અરસામાં દાંડિયા બજાર બ્રિજ પરથી પૂર ઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. કાર પલટી ખાઈ જતા કારમાં સવાર 3 વ્યક્તિઓ ઘાયલ થઈ હોવાની જાણકારી મળી છે. અકસ્માતને પગલે પોલીસે ઘટના સ્થળે દોડી આવી ત્રણેય ઘાયલોને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.પોલીસે પ્રાથમિક અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હાલ તો આ વ્યક્તિઓ કોણ છે, દારૂનો નશો કરી ડ્રાઈવિંગ કરવામાં આવ્યું હતું કે, કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે દાંડિયા બજાર અકોટા બ્રિજ હવે અકસ્માત ઝોન બન્યો છે. અગાઉ પણ ઘણી વખત નાના મોટા અકસ્માત સર્જાયા છે. થોડા સમય પહેલા જ એક નશામાં ધૂત કાર ચાલકે કાબુ ગુમાવતા ઠંડી હવા ખાવા બ્રિજ પર બેઠેલા કેટલાક લોકોને અડફેટે લીધા હતા. ત્યારબાદ પોલીસ હરકતમાં આવી હતી. અને બ્રિજ પર ફૂલ સ્પીડમાં જતા અને મોડીરાત સુધી બેસી રહેલા લોકોને દેવામાં આવતા ન હતા. જોકે આ કામગીરી માત્ર દેખાડા પૂરતી કરવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આ બ્રિજ પોલીસ પેટ્રોલિંગ તેજ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. નોંધનીય છે કે, વડોદરા શહેરનો અકોટા બ્રીજ અકસ્માત ઝોન બનતો જઈ રહીયો છે.મોડી રાતના એક ફોરવીલર કાર ફૂલ સ્પીડમાં અકોટા થી દાંડિયા બઝાર બાજુ જઈ રહી હતી તે દરમિયાન સોલાર નીચે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રેલિંગ અને ઝાડ સાથે અથડાઈ ને પલટી ખાઈ ગઈ હતી.લોક ચર્ચા મુજબ ગાડીમાં એક મહિલા સહીત 3 જણા હતા જેમાં એક યુવક દારૂ પીધેલો હતો બીજો વ્યક્તિ ભાગી ગયો હતો.મહિલા અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા 108 દ્વારા ssg હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જેમાં મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી.લોક ટોળા વળતા એક ઈસમને લોક ટોળા દ્વારા ધોલાઈ પણ કરવામાં આવી હતી. હાલ પ્રાથમિક તપાસમાં કાર ચાલક ઈશાન મોદી વિરુદ્ધ રાવપુરા પોલીસે ગુનો નોંધી હાથ ધરી કાર્યવાહી હોવાનું જાણવા મળ્યું છે. કાર વડોદરા ની હતી પરંતુ ચાલક ઈશાન મોદી સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહે છે. કાર ચાલકને મૂઢ માર વાગ્યો હોવાનું પ્રાથમિક તબક્કે જાણકારી મળી હતી.

Most Popular

To Top