Vadodara

વડોદરા:નાગરવાડા વિસ્તારની આંગણવાડીમાં ગંદકીનું સામ્રાજ્ય,રાત્રે નશાખોર તત્વોનો ડેરો

શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલા પ્રકાશ નગર ખાતેની આંગણ વાડી ખાતે ગંદકી નું સામ્રાજ્ય તથા રાત્રે નશાખોર તત્વોનો ડેરો

પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા’નું સૂત્ર શું આ રીતે સાર્થક થશે?

વડોદરા શહેર નાગરવાડા વિસ્તારમાં આવેલ પ્રકાશ નગર ખાતે આંગણવાડીમાં નાના ભૂલકાઓ માં સરસ્વતીનું જ્ઞાન લેવા આવતા હોય છે.બાળકોના અભ્યાસ , શિક્ષણ માટેનું આ પ્રથમ પગથિયું પણ ગણાય છે ત્યારે આ આંગણવાડીની આજુબાજુ છેલ્લા ઘણાં સમયથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સાથે સાથે આંગણવાડીના પરિષદમાં દેશી શરાબની પોટલીઓ પણ જોવા મળી રહી છે જેના કારણે આંગણવાડીમાં આવતા નાના ભૂલકાઓ આ ગંદકીના સામ્રાજ્ય વચ્ચે અભ્યાસ કરવા માટે આવે છે ત્યારે દુર્ગંધ અને ગંદકીને કારણે હેરાન પરેશાન થઈ ગયા છે. સાથે જ આ વિસ્તારમાં આજુબાજુમાં દેશી દારૂની હાટડીઓ પરથી દેશી દારૂનું વેચાણ થતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, આંગણવાડીના પ્રાંગણમાં દેશી દારૂની પોટલીઓ જોવા મળી રહી છે. ત્યારે આંગણવાડીના મુખ્ય શિક્ષિકાએ આ સમગ્ર મામલે શિક્ષણ સમિતિમાં પણ રજૂઆત કરી હોવા છતાં આ બદી તથા ગંદકીનું નિરાકરણ લાવવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યું હોય તેવું જણાઇ રહ્યું છે કારણ કે જ્યાં આ સરસ્વતી ધામમાં નાના ભૂલકાઓ માં સરસ્વતી નું જ્ઞાન લેવા આવતા હોય અને આવી જ ગંદકીમાં બેસીને અભ્યાસ કરતા હોય તો ‘પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા’ નું સરકારનું આ સૂત્ર સાર્થક કેવી રીતે થશે?વડોદરા શહેરના અધિકારીઓ વડોદરા સ્માર્ટ સિટી ને માત્ર કાગળ પર જ બતાવી વાહ વાહી લૂંટી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ દર્શાવી રહ્યું છે.અહી સીસીટીવી કેમેરા ન હોવાને કારણે તથા આંગણવાડી હોય કોઇને શંકા ન જાય તે માટે સાંજ બાદ નશાખોરોનો અડ્ડો બની રહ્યો છે.આગણવાડીના શિક્ષિકાએ પોલીસ તંત્રને પણ જાણ કરી હોવા છતાં સ્થાનિક પોલીસ પણ અહીં આંખ આડા કાન કરી રહી હોય તેમ જણાય છે.

Most Popular

To Top