700 અમેરિકન ડોલર,1 કુવેતી દિનાર, 80 યુનાઈટેડ અરબ અમીરાત,1ઓમાની રિયાલ,26 સિંગાપુર ડોલર તથા ઇન્ડિયન રૂ.5,000 સાથેની બેગ તિજોરીમાં મૂક્યા હતા
ઘરમાં કુલ ચાર મહિલાઓ કામ કરવા આવે છે જેમાંથી એક મહિલા જ છેલ્લા એક વર્ષથી ઉપરના માળે કામ કરે છે
(પ્રતિનિધિ) વડોદરા તા. 21
શહેરના જેતલપુર રોડ પર આવેલા ઉદય પાર્ક સોસાયટીમાં રહેતા દિનેશ મીલના વાઇસ પ્રેસિડેન્ટ સિનિયર સિટીઝનના ઘરના બેડરૂમની તિજોરીમા બેગમાં ભારતીય ચલણ રૂ 5,000, તિજોરીમાંથી 700-અમેરિકન ડોલર, આશરે 1 કુવૈતી દિનાર, આશરે 80 યુનાઈટેડ આરબ અમીરાત,1 ઓમાન રિયાલ તથા 26 સિંગાપુર ડોલર ચોરી થયાની અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના જેતલપુર રોડ વિજય સેલ્સ પાસે આવેલા ઉદય પાર્ક સોસાયટીમાં રહેતા આશરે 67 વર્ષીય સુધીરભાઇ બ્રીજકીશોર પુરોહિત પોતાના પરિવાર સાથે રહે છે અને દિનેશ મીલમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવે છે તેઓના દીકરા પુનામાં અને દીકરી અમેરિકામાં રહેતા હોય સિનિયર દંપતીએ ઘરકામ કરવા માટે ચાર મહિલાઓને કામ પર રાખી હતી જેમાં રીમા ચૌધરી નામની મહિલાને છેલ્લા એક વર્ષથી મકાનના ગ્રાઉન્ડ ફ્લોર અને ઉપરના માળે કચરા પોતા માટે રાખ્યા હતા તથા બીજા કામો માટે ત્રણ અલગ બહેનો કામ કરતા હતા.સુધીરભાઇના પત્નીએ બેડરૂમની તિજોરીમાં તથા બેગમાં ભારતીય ચલણ સાથે જ તિજોરીમા આશરે 700 અમેરિકન ડોલર, આશરે 1 કુવૈતી દિનાર, આશરે 80 યુનાઈટેડ આરબ અમીરાત, આશરે 1 ઓમાની રિયાલ, અંદાજે 26 સિંગાપુર ડોલર તથા ભારતીય ચલણી રોકડ રકમ રૂ 5,000 મૂક્યા હતા જે તા.11-04-2025 ના રોજ ચેક પણ કર્યા હતા ત્યારબાદ સુધીરભાઇ ગત તા.18-04-2025 ના રોજ સવારે દસેક વાગ્યે બેગ લઈને ઓફિસ ગયા હતા જ્યાં બેગમાં મૂકેલ રૂ.5,000ન મળતા તેમણે પત્નીને ફોન કરી તિજોરીમાં ચેક કરવા જણાવતાં તિજોરીમાં વાદળી રંગના પર્સમાં મૂકેલ વિદેશી ચલણ તથા રૂપિયા ન મળી આવતા સમગ્ર મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.