ગ્રામ્ય એલસીબી પોલીસે ગેરકાયદે પાર્ટ્સની હેરાફેરી ઝડપી પાડી
ક્યાથી માલ ભરી લાવ્યાં હતા અને ક્યાં ડિલિવરી આપવા જતા હતા તેની તપાસ શરૂ
પ્રતિનિધિ વડોદરા તા.9
વડોદરા શહેર પાસેથી નેશનલ હાઇવે 48 પર વડોદરાથી ભરૂચ તરફના રુટ પરથી ગ્રામ્ય એલસીબી પોલીસે ગેરકાયદે ઓટોપાર્ટ્સની હેરાફેરી ઝડપી પાડી હતી. ટ્રકમાં તપાસ કરતા 1.06 કરોડના ઓટોપાર્ટસ મળી આવ્યાં હતા. જેથી પોલીસે ઓટોપાર્ટ્સ, ટ્રકા અને મોબાઇલ મળી રૂ. 1.16 કરોડનો મુદ્દામાલ સાથે બે શખ્સને કરજણ પોલીસને સોંપાયાં છે.
વડોદરા શહેર પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર ગેરકાયદે દારૂ તથા પશુઓની હેરાફેરી થતી રહેતી હોય છે અને પોલીસ તેને ઝડપી પણ પાડતી હોય છે. ત્યારે હવે ગેરકાયેદ ઓટોપાર્ટ્સની હેરાફેરી પણ શરૂ થઇ ગઇ છે. 8 ઓગષ્ટના રોજ ગ્રામ્ય એલસીબીની ટીમ જિલ્લા અલગ અલગ જગ્યા પર વાહન ચેકિંગ કરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે એક મહારાષ્ટ્ર પાસિંગની ટ્રકમાં ગેરકાયદે ઓટોપાર્સ મોટી સંખ્યામાં ભરીને વડોદરા થી ભરૂચ તરફ જવાનો છે. જેથી ગ્રામ્ય એલસીબીની નેશનલ હાઇવે 48 પર ભરથાણા ટોલનાકા ખાતે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબના ટ્રક આવતા પોલીસે તેને ઉભી રખાવી હતી. ત્યારે ટ્કરમાં ડ્રાઇવ અને ક્લીનર બેઠેલા હતા. જેથી તેમને નીચે ઉતાર્યાં બાદ તેમને સાથે રાખીને ટ્રકમાં પાછળના ભાગે તપાસ કરી હતી. ત્યારે રૂ.1.06 કરોડના ઓટો પાર્સ મળી આવ્યાં હતા. જેથી બંને પૂછપરછ કરવા સાથે સામાનની બિલ અને બિલ્ટીની માગતા તેઓ સંતોષકારક જવાબ આપતા ન હતા. પોલીસે મારુતિ અર્જુન સુદે અને અંકુશ લક્ષ્મણ તીડકે (બંને રહે.મહારાષ્ટ્ર)ને ઝડપી પાડ્યાં હતા. ક્યાંથી આ ગેરકાયદે પાર્ટ્સ લાવ્યાં હતા અને ક્યાં ડિલિવરી આપવા જઇ રહ્યા હતા તેની પૂછપરછ શરૂ કરાઇ છે. ગ્રામ્ય એલસીબી પોલીસે ઓટોપાર્ટ્સ રૂ.1.06 લાખ, ટ્રક રૂ. 10 લાખ તથા મોબાઇલ મળી રૂ. 1.16 કરોડનો મુદ્દામાલ કબજે કરીને કરજણ પોલીસને આગળની કાર્યવાહી માટે સોપાયો છે.