ડભોઈ વડોદરા વચ્ચે થતી માર્ગની કામગીરીમાં રસ્તાની સાઈડે રાખેલા મેટલના ઢગલાથી જોખમ
ડભોઈથી કુંઢેલા વચ્ચે રસ્તો પહોળો કરવાની ચાલતી કામગીરીમાં કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આવી છે. ભિલાપુરથી પલાસવાડા સુધીમાં રસ્તાની સાઈડો પર નંખાયેલા મેટલથી જોખમ સર્જાયું છે. હાલમાં ડભોઈ થી કુંઢેલા વચ્ચે રસ્તો પહોળો કરી વાહન ચાલકો સહેલાઇથી અવર જવર કરી શકે તે હેતુથી સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પરંતુ આ કોન્ટ્રાક્ટર દ્વારા પ્રજાને તકલીફો ઊભીથાય તેવી કામગીરી કરવામાં આવી રહી છે. ડભોઈ તાલુકાના ભિલાપુરથી પલાસવાડા સુધીમાં રસ્તાની સાઈડો પૂર્વ માટે મેટલ નાખવામાં આવ્યા છે. જે હાલ મુખ્ય માર્ગમાં અડચણ રૂપ બનવા પામ્યા છે. સાઈડમાંથી પસાર થતા મોટર સાઇકલ એ મેટલ ઉપર ચડી જાય અને પડી જાય તો બાજુમાંથી જતા મોટા વાહનોની નીચે આવી જવાની ભીતિ સતાવી રહી છે. તેથી સત્વરે થતી કામગીરીમાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા તકેદારી રાખવામાં આવે તોકોઈનો લાડકવાયો કે કોઈનો ચૂડલો નંદાય નહિ તેવી પ્રજા આશા રાખી રહી છે.
વડોદરાથી ડભોઇ જતાં હો તો વાહન સાચવીને હંકારજો, મેટલના ઢગલા ક્યાંક અકસ્માત ના કરાવી દે!
By
Posted on