મૂંગા પશુ પક્ષી ની હાય ગ્રેટ ગોલ્ડન સર્કસ બાય બાય.
એક કહેવત છે જે અહી સાબિત કરે છે ” જેસી કરની વેસી ભરની”
હા આ કહેવત વડોદરા માં સાચી પડી છે.
થોડા દિવસ અગાઉ વડોદરા દક્ષિણ વિસ્તાર માં ગ્રેટ ગોલ્ડન સર્કસ ને રાજવી પરિવાર એ ભાડે જગ્યા આપી હતી ત્યારે એ જગ્યા પરથી ગ્રેટ ગોલ્ડન સર્કસ તરફ થી ગણા બધા ઝાડ કાપી નાખી ત્યાં સર્કસ માટે જગ્યા ખુલ્લી કરાઈ હતી. જે જગ્યા એ સર્કસ ના તંબુ બંધાયા હતા ત્યાં લગભગ નાના મોટા સો વૃક્ષ ને કાપી નાખવામાં આવ્યા હતા અને અનેક પશુ પક્ષી ઓ ને ઘર વિહોણા કરી નાખ્યાં હતાં. ત્યારે ગ્રેટ ગોલ્ડન સર્કસ માત્ર પાચ દિવસ ચાલ્યું અને વગર NOC અને મંજૂરી વિના ચાલતા હોવાનું બહાર આવતા પાલિકા એ નોટિસ આપી સર્કસ બંધ કરવાની ફરજ પડી હતી.