Dahod

વડોદરાથી કારમાં ઉપાડી ઝાલોદ લાવી બે સાથે મારામારી કરી મારી નાખવાની ધમકી


ચાર હુમલાખોરો સામે ઝાલોદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી



દાહોદ જિલ્લાની ઝાલોદની પુષ્પકુંજ સોસાયટીમાં મારા ઉપર હુમલો કેમ કરાવ્યો તેની ચોખવટ કરવાની છે, કહી વડોદરાથી કારમાંથી બેસાડી લઇ આવી બે સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, આ સંદર્ભે ચાર સામે ઝાલોદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ઝાલોદ તાલુકાના ગરાડુ ગામના મુળ અને વડોદરાના બાજવા રોડ ઉપર રહેતા હકુભાઇ નાનજીભઆઇ ભુરીયા બુધવારના રોજ રાત્રે વડોદરા તેમના ઘરે હતા.તે દરમિયાન રાતના સાડા ૧૧ વાગ્યાના અરસામાં રમેશભાઇ ફતાભાઇ પારગી અને તેમનો છોકરા વિપુલ તેમની વેન્યુ કાર લઇને ગયા હતા.

વડોદરામાં રહેતા હકુભાઇના મામા ભરતભાઇ નાથુભાઇ પારગીને લઇને તેમના ઘરે ગયા હતા. ત્યારે રમેશભાઇએ મારા ભાઇ કલ્પેશને કોઇએ ધાવડીયા ગામે મારક મારેલ છે તો તે મારક તમોએ મરાવેલ છે તેની ચોખવટ કરવાની છે એટલે ત અને તારા મામા ભરતભાઇ ઝાલોદ ચાલો કહી તેમના વેન્યુ કારમાં બેસાડી દાહોદ ચાકલિયા રોડ ઉપર આવ્યા હતા. જ્યા પેહેલેથી હાજર કલ્પેશ ફતા પારગી, સંદિપ કસ્તલ પારગીએ તેઓને કહેલ કે મારા ઉપર કેમ હુમલો કરાવ્યો તેની ચોખવટ કરવાની છે અને વાતચીત કરવાની છે તો ઝાલોદ મારા ઘરે ચાલો તેમ કહી ઝાલોદ પુષ્પકુંજ સોસાયટીમાં કલ્પેશના ઘરે લઇ ગયા હતા. જ્યાં ગાડીમાંથી ઉતરતા જ કલ્પેશે મારા ઉપર કેમ હુમલો કરાવ્યો તમને આજે છોડવાના નથી જાનથી મારી નાખવાના છે.

ત્યારે અમે તમારા ઉપર હુમલો નથી કરાવ્યો તેમ કહેતા કલ્પેશ એકદમ ઉશ્કેરાઇ બંન્ને જણાને તેને પહેરેલા ચામડાના પટ્ટા વડે મારવા લાગ્યો હતો. તેમજ રમેશ પારગીએ કાપી નાખો સાલાઓને તેમ કહી ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારે વિપુલ રમેશ પારગી, સંદિપત કસ્તલ પારગી તથા બીજા અન્ય લોકો ગાળો બોલી મારી નાખવાની આપી હતી. આ સંદર્ભે હકુભાઇ ભુરીયાએ ચારેય સામે ઝાલોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

—————————————–

Most Popular

To Top