ફાયર વિભાગ,ગેસ વિભાગ અને જીપીસીબીની ટીમો દ્વારા તપાસ
શાંતિ કુંજ, સાંઈધામ, શુભ ડુપ્લેક્સ, પ્રિયદર્શની અને રાજરત્ન સહિતની સોસાયટીઓના લોકો રોડ પર આવી પહોંચ્યા


વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી શાંતિ કુંજ, સાંઈધામ, શુભ ડુપ્લેક્સ, પ્રિયદર્શની અને રાજરત્ન સહિતની સોસાયટીઓમાં મોડી રાત્રે કેમિકલ અથવા તો કોઈ ગેસની તીવ્ર દુર્ગંધથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ તેમજ આંખમાં બળતરા થવાની સમસ્યા ઉભી થતા લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને બનાવ અંગેની જાણ ફાયર બ્રિગેડ અને ગેસ વિભાગને કરવામાં આવતા તંત્ર દોડતું થયું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

.

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી શાંતિકુંજ, સાંઈ ધામ, શુભ ડુપ્લેક્સ, પ્રિયદર્શની, રાજરત્ન આ બધી સોસાયટીની અંદર જબરજસ્ત કોઈ કેમિકલની દુર્ગંધ આવી રહી છે. અહીંયા શ્વાસ લેવામાં તકલીફ પડે છે આંખો બળે છે. ખુજલી આવે છે. આ અંગે ફાયર વિભાગ અને ગેસ વિભાગને પણ જાણ કરી હતી. જેથી તેઓ આવ્યા હતા અને તપાસ કરી હતી પણ કયા કારણે આ થઈ રહ્યું છે એ જાણવા મળ્યું નથી. લોકો ઘરમાંથી બહાર નીકળી રોડ ઉપર આવી ગયા હતા તેમ કમલેશભાઈ પંચાલે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ પણ ત્યાં પહોંચી હતી તેઓ દ્વારા તપાસ કરતા કોઈ ગેસની દુર્ગંધ આવતી ન હતી તે પહેલા તેઓને કોઈ તીવ્ર દુર્ગંધ આવી હોય તેમ બની શકે હાલ અહીં આસપાસના વિસ્તારમાં પણ કોઈ ઔદ્યોગિક એકમ આવેલ નથી જોકે કોઈકે કચરો સળગાવતા આ દુર્ગંધ ફેલાઈ હોય તેવું અનુમાન લગાવાયું હતું.
