વડોદરા રખડતા ઢોરનો આતંક યથાવત્,

રખડતા ઢોરની સમસ્યા ઉકેલવાના તંત્ર ભલે ગમે તેટલા દાવા કરે, પરંતુ હકીકત એ છે કે વડોદરામાં રખડતા પશુઓનો ત્રાસ ઘટવાને બદલે સતત વધી રહ્યો છે. દરેક જગ્યાએ રખડતા ઢોરની સમસ્યા ઠેરની ઠેર છે. શહેરમાં ફરી એક વખત રખડતા ઢોરે જાહેર રસ્તા પર રખડતા ઢોર ને કારણે અકસ્માતો જોવા મળી રહ્યા છે.
રાજયમાં રખડતા ઢોરને કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે અને વારંવાર રખડતા ઢોર કોઈને કોઈને પોતાના હુમલાનો ભોગ બનાવી રહ્યા છે. વડોદરામાં આવી એક ઘટના સામે આવી છે જેમાં એક કારચાલકે ઢોર વચ્ચે આવી જતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી ગઈ મોટી જાનહાનિ થતા બચી કારને ભારે નુકસાન થયું.


વડોદરામાં રખડતા ઢોરની સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વડોદરામાં રખડતી ઢોરે હુમલો કર્યાની ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહેતી હોય છે ત્યારે ગોત્રી વિસ્તારમાં ગાયત્રી મંદિરથી દર્શન કરી પરત ફરતી વેળાએ મુખ્ય માર્ગ નજીકથી પસાર થઈ રહેલા કાર ચાલકે ગાયને બચાવવા જતા કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો તે જોતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને કારચાલકને કોઈ ગંભીર ઈજા થઈ ન હોય તે જોયું હતું ત્યારબાદ આસપાસના લોકોએ ડિવાઇડર પર ચડેલી કારને નીચે ઉતારવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. એકઠા થઈ ગયેલ લોકોએ રખડતા ઢોરને પકડવામાં ન આવતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે.

મહાનગરપાલિકા તંત્ર ફક્ત કાગળ પર ઢોર પકડવાની કામગીરી દર્શાવી સંતોષ માની રહ્યું છે. આ પેહલા પણ શહેરના ભૂતડી ઝાંપા વિસ્તારમાં બંગલાઓમાં ઘરકામ કરતાં વૃદ્ધા પર ગાયના ટોળોએ હુમલો કર્યો હતો અને વૃદ્ધાને હાથમાં ફ્રેક્ચર થયું હતું. કેટલાય ટુ વ્હીલર પણ રખડતા ઢોરો ને કારણે અકસ્માતો સર્જાતા ગંભીર ઇજાઓ પોહચી અને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે સ્થાનિકો એ તંત્ર પર રખડતા ઢોર મુદ્દે કડક કાર્યવાહી કરે તેવી માગણી કરી છે.
જોકે ઉપરાછાપરી આવી ઘટના બનવા છતા વડોદરામાં કોર્પોરેશનનું તંત્ર જાગ્યું નથી . જોકે લોકો અવાર નવાર બનતી આવી ઘટનાઓથી ત્રસ્ત થઈ ઉઠ્યા છે અને સત્વરે રખડતા ઢોર ઉપર કાબૂ મેળવવામાં આવે તેવી માંગણી પણ કરી છે.
રખડતા ઢોરની સમસ્યા ઉકેલવાના તંત્ર ભલે ગમે તેટલા દાવા કરે, પરંતુ હકીકત એ છે કે વડોદરામાં રખડતા પશુઓનો ત્રાસ ઘટવાને બદલે સતત વધી રહ્યો છે. દરેક જગ્યાએ રખડતા ઢોરની સમસ્યા એમ ની એમ છે. શહેર માં ફરી એક વખત રખડતા ઢોરે જાહેર રસ્તા પર રીતસર કહેર વર્તાવ્યો છે ક્યાંક ઢોરે વૃદ્ધને અડફેટે લીધા, તો ક્યાંક આખલાયુદ્ધે લોકોના શ્વાસ અદ્ધર કર્યાં છે.
