માર્ગ સુરક્ષા ને અનુલક્ષીને કાળઝાળ ગરમી વચ્ચે ફરજ બજાવતા ટ્રાફિક જવાનો માટે સન ગ્લાસ,છત્રી,પાણીના બોટલ અને ગ્લુકોઝનું વિતરણ કરવામાં આવ્યું
હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે આવી સ્થિતિમાં પણ શહેરના ટ્રાફિક પોલીસના જવાનો સતત ખડેપગે રહી પોતાની ફરજ બજાવી ટ્રાફિક નિયમન સંભાળી રહ્યાં છે સાથે જ માર્ગ સુરક્ષા ના નિયમોનું પાલન કરાવી લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છે ત્યારે સતત ખડેપગે તાપમાં ફરજ બજાવતા સમયે તેઓના સ્વાસ્થ્ય નું પણ ધ્યાન રાખી શકાય તેઓને સનસ્ટ્રોક થી રક્ષણ મળી રહે તે માટે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા આજરોજ શહેર ટ્રાફિક પોલીસ ના જવાનોને સનસ્ક્રીન, પાણીની બોટલો, સનગ્લાસીસ, ગ્લુકોઝ પેકેટ, તેમજ તેઓ થોડી થોડી વારે છાંયડામાં નાનકડા વિરામ લ ઇ શકે તે માટે છત્રીનુ વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે માર્ગ સલામતી સુરક્ષા માટે લોકોને સીટ બેલ્ટ, હેલ્મેટ પહેરવા તથા ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી સાથે જ ટ્રાફિક પોલીસને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.