અપૂરતા પેમેન્ટને કારણે બ્લિંકીટના ડિલિવરી બોયઝઓ એ પણ કામ બંધ કર્યું; ગ્રાહકો મુશ્કેલીમાં

વડોદરામાં ઝોમેટો સાથેના ટાઇઅપ બાદ હોમ ડિલીવરી કરતી કંપની બ્લિંકીટના ડિલિવરી બોયઝ અપૂરતા પેમેન્ટ મળવાના કારણે હડતાળ પર ઉતર્યા છે. તેઓ પોતાની માંગણી માટે હડતાળ પર જતાં હોમ ડિલીવરી સેવા પર અસર પડી રહી છે.
આ ઘટનાથી શહેરમાં ડિલિવરી સેવા પર અસર પડી રહી છે અને ગ્રાહકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડિલિવરી બોયઝની આ હડતાળ પેમેન્ટ સંબંધિત સમસ્યાઓને લઇને છે, જેના કારણે તેઓ કામ રોકી દીધું છે.

આ ઉપરાંત, વડોદરામાં ઝોમેટોના ડિલિવરી બોય દ્વારા મહિલાઓ સાથે છેડતીના પણ કિસ્સા સામે આવ્યા છે, જેના કારણે સ્થાનિક પોલીસ અને કંપનીઓએ સાવચેતીના પગલાં લીધા છે.