Vadodara

વડોદરા:જામ્બુવા બ્રિજ નજીકથી રૂ 2.09લાખના દારૂ સહિત કુલ રૂ 13,85,132ના મુદામાલ સાથે એક ઝડપાયો

ને.હા. નંબર 48 પર આવેલા જામ્બુવા બ્રિજ નજીકથી ટ્રકમાથી રૂ 2.09લાખ ઉપરાંતના દારૂ સહિતના કુલ રૂ 13,85,132ના મુદામાલ સાથે એક ઝડપાયો

ટ્રક ડ્રાઇવરને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરવામાં આવી છે

(પ્રતિનિધિ) વડોદરા તા. 25

વડોદરા શહેર પી.સી.બી.એ મળેલી બાતમીના આધારે નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા જામ્બુવા બ્રિજ પાસેના નમન સ્કૂલની સામેથી ટ્રકમાં પૂંઠ્ઠાના ખાલી બોક્સની આડમાં લઈ જવાતો રૂ્.2,09,875ની કિંમતના અંગ્રેજી દારુના જથ્થા સહિત કુલ રૂ.13,85,132 ના મુદામાલ સાથે એકને ઝડપી પાડ્યો હતો જ્યારે ડ્રાઇવરને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેર પી.સી.બી.ટીમ ને મળેલી બાતમીના આધારે શહેરના બાયપાસ રોડ નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા જામ્બુવા બ્રિજ પાસેની નમન સ્કૂલની સામે મહિન્દ્રા કંપનીના ટ્રક નંબર ડીડી -01-સી-9907 ને જ ઇ તપાસ કરતાં એક ઇસમ નામે મહંમદ કેસર આઝમભાઇ શેખ (રહે. બિહારના ભાગલપુર જિલ્લાના જગદીશપુરનો વતની અને હાલમાં દાદરાનગર હવેલી ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું ટ્રકમાં તપાસ હાથ ધરતાં અંદરથી અંગ્રેજી શરાબની અલગ અલગ બોટલો નંગ 1418 જેની આશરે કિંમત રૂ 2,09,875, મહિન્દ્રા ટ્રક જેની અંદાજે કિંમત રૂ 10,00,000તથા એક મોબાઇલ ફોન જેની કિંમત રૂ.5000, રોકડ રકમરૂ. 1000, પૂંઠાના ખાલી બોક્સ નંગ 14150 જેની અંદાજે કિંમત રૂ 1,69,257 મળીને કુલ રૂ 13,85,132 નો મુદ્દામાલ કબજે કરી કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે ટ્રક ડ્રાઈવર સમીરભાઇ ને વોન્ટેડ જાહેર કરી તેની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top