Vadodara

વડોદરા: ફતેગંજ આર્મી હેડ ક્વાર્ટરમાંથી મગરના બચ્ચાનું રેસ્ક્યુ

વિશ્વામિત્રીના જળ સ્તરમાં વધારો થતાં જળચર જીવો બહાર આવવાનો દોર શરૂ :

:

( પ્રતિનિધિ )વડોદરા,તા.7

ચોમાસાની સિઝન શરૂ થવાની સાથે શહેરના વિવિધ વિસ્તારમાં જળચળ પ્રાણીઓ નદીમાંથી બહાર આવવા લાગ્યા છે. નદી કિનારાના ફતેગંજ વિસ્તારમાં આર્મી હેડ ક્વાર્ટરમાં મગરનું બચ્ચું ધસી આવ્યું હતું. આર્મીના જવાનોએ આ મામલે સામાજિક સંસ્થાને જાણ કરતા તેના કાર્યકર્તાઓએ અહીં આવી 3.5 ફૂટના મગરના બચ્ચાનું રેસ્ક્યું કર્યું હતું.

વરસાદી માહોલ ટાણે ફરી એક વખત રહેણાંક વિસ્તારોમાં મગર હોય દેખાદઈ રહ્યા છે.ત્યારે ગત મોડી રાત્રે ઇએમઇ ટેમ્પલ પાસે આવી ગયેલા એક બેબી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઇએમઇ ટેમ્પલ પાસે મગર દેખા દેતા વન્યજીવ માટે કામ કરતી હેમંત વઢવાણાની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેથી ટીમના સભ્યો સ્થળ પર દોડી ગયા હતા.જ્યાં તપાસ કરતા 3.5 ફૂટનું મગરનું બચ્ચું નજરે પડ્યું હતું.જેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યું હતું. હેમંત વઢવાણાએ જણાવ્યું હતું કે, ઇએમઇ ટેમ્પલમાં નાનકડા મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વડોદરા શહેરની અંદર જેમ જેમ વિશ્વામિત્રી નદીનું સ્તર વધી રહ્યું છે. ત્યારે નાના મગરના બચ્ચા અથવા મગર જે અંદર રહે છે અથવા જળચર જીવો જે નદીના કાંઠે રહે છે. તે રહેણાંક વિસ્તારોમાં દેખાય છે. અથવા તો રાત પડે તો તે રહેણાંક વિસ્તારોમાં આવી જાય છે અને સવારે પરત ફરે છે. ત્યારે આવા જ એક જળચર જીવ મગરના બચ્ચાને ઇએમઇ ટેમ્પલમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. નાનકડો મગર હતો. જ્યારે આવા કોઈપણ વન્યજીવ દેખાય તો એનાથી પેનિક થવાની જરૂર નથી. વન્યજીઓ માટે કામ કરતી ઘણી બધી સંસ્થાઓ છે તો એનો સંપર્ક કરો વન વિભાગ નો સંપર્ક કરો. જેથી વન્યજીવને રેસ્ક્યુ કરી તેના કુદરતી વાતાવરણમાં એને પરત રિલીઝ કરી દેવામાં આવશે.

Most Popular

To Top