Vadodara

વડોદરા:ઓનલાઇન ટ્રેડિંગ કરવાના બહાને મહિલા પાસેથી રૂ. 33.50 લાખ પડાવ્યાં

પ્રતિનિધિ વડોદરા તા.22

વડોદરાના કલાલી વિસ્તારમાં રહેતા મહિલાને ઓનલાઇન ટ્રેડિંગ કરાવના બહાને મહિલા પાસેથી રૂ. 33.50 લાખ પડાવી લીધી હતા. એપ્લિકેશનમાં રૂ.7.86 કરોડ બતાવી મહિલાને લલચાવ્યા હતા. શરૂઆતમાં ઇન્વેસ્ટ કરેલા રૂપિયા ખાતામાં ટ્રાન્સફ કરી તેનો વિશ્વાસ કેળવ્યા બાદ છેતરપિંડી આચરવામાં આવી હતી. રોકાણ કરેલા રૂપિયામાંથી માત્ર 80 હજાર પરત કરી બાકીના રૂ. 32.70 લાખ પરત નહી આપતા તેઓએ ઠગાઇની સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મૂળ છત્તીશગઢ અને હાલમાં વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં અક્ષર રેસીડેન્સમાં રહેતા પ્રતિભા ભરતલાલ દેવાંગનના તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગત 21 માર્ચ 2024ના રોજ જાહેરાત આવી હતી. જેમા સ્ટોક માર્કેટ ઈન્વેસ્ટમેંટ ટીપ્સ માટે કલીક કરો તેમ જણાવતા તેઓએ કલીક કરતા એક ગ્રૂપ ખુલ્યું હતું. જેમાં ઘણા બધા મેમ્બર જોડાયેલા હતા અન તેમા સ્ટોક માર્કેટ ટીપ્સ રોજે આપવામાં આવતી હતી. અલગ અલગ ટ્રેડ માટે બાય અને સેલ વિશે માહીતી આપતા હતા, જે બાદ તેમને પણ ગ્રૂપમાં એડ કરાયા હતા. તેમનું પણ એપોલો એરિથ એપ્લીકેશન ડાઉનલોડ વેબસાઇટમાં યુઝર આઈડી અને પાસવર્ડ ક્રિએટ કરાવી રજીસ્ટ્રેશન કર્યું હતું. એપ્લીકેશનમાં રીયલ ટાઈમ સ્ટોક માર્કેટનો જ ભાવ બતાવતા ઇન્ટરેસ્ટ દાખવતા તેમણે એપમાં જઈને રોજ વોટિંગ આપવાનુ છે અને રોજ વોટીંગ આપશો એટલે તમને એક અઠવાડિયામાં રૂ. 5 હજાર મળશે. એપ્લીકેશનમાં એક વિક બાદ રૂ. 5 હજાર જમા થયા હતા. ગ્રૂપમાં શેર બજારમાં રોકાણ કરવા જણાવવા સાથે એપલીકેશનના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા જમા કરાવતા હોય સારો પ્રોફિટ બનાવતો હતો. પ્રોફિટમાંથી રૂ. 75 હજાર વિડ્રો કરી બેંક એકાઉન્ટમાં ટ્રાંસફર કર્યા કરતા તેમને આ લોકો ઉપર વધુ વિશ્વાસ આવ્યો હતો. જેથી અલગ અલગ તારીખ અને સમયે અલગ અલગ ટ્રાંઝેક્શન દ્વારા વધુ 33.50 લાખ રૂપિયા ભર્યા હતા. એપ્લિકેશનમાં નફા સાથે રૂ. 7.86 કરોડનો બતાવતા હતા. જેથી તમાર રૂપિયા ઉપાડવા હોય તો રૂપિયા ભરવા પડશે તેમ કહી કોઇ રૂપિયા ઉપાડી નહી આપીને તેમની સાથે છેતરપિંડી આચરવામાં આવી હોય તેઓએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top