શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા એલ એન્ડ ટી સર્કલ પાસે ટુ વ્હીલર સાથે કાર સામાન્ય અડી જતાં ટુ વ્હીલર ચાલકે કાર ચાલકને માર માર્યો
કાર ચાલકને મોઢા પર મૂક્કો મારતાં નાકના હાડકામાં ફ્રેકચર થયું
સમગ્ર મામલે અજાણ્યા ટુ વ્હીલર ચાલક વિરુદ્ધ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 23
ગત તા.21ફેબ્રુઆરીના રાત્રે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા એલ એન્ડ ટી સર્કલ પાસે રાત્રિ બજારમાં પોતાની મિત્ર સાથે જમીને કાર લઈને પરત ફરી રહેલા યુવકની કાર એક ટુ વ્હીલર ને સામાન્ય રીતે અડી જતાં કાર ચાલકે માફી માગવા માટે કારનો કાચ ખોલતા અજાણ્યા ટુ વ્હીલર ચાલકે કાર ચાલકના મોઢા પર જોરદાર મૂક્કો મારતાં કાર ચાલકને નાકના હાડકામાં ફ્રેકચર થયું હતું જે અંગેની હરણી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટુ વ્હીલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનના જોધપુરના વતની અને હાલમાં વડોદરા શહેરના ઈલોરાપાર્ક વિસ્તારમાં આવેલા આઇનોક્સ પાછળના ઐશ્વર્યા એપાર્ટમેન્ટમાં એ -702મા મયંક રાજીવભાઇ ગેહલોત પરિવાર સાથે રહે છે તે યુવક ગત તા.21ફેબ્રુઆરીના રોજ રાત્રે આશરે સાડા અગિયાર વાગ્યે પોતાના પિતાના મિત્ર ની કાર લઈને પોતાની સ્ત્રી મિત્ર સાથે કારેલીબાગ વિસ્તારમાં આવેલા એલ એન્ડ ટી સર્કલ પાસે રાત્રિ બજારમાં જમીને પરત ઘરે જતા હતા તે દરમિયાન ફતેગંજ તરફથી આવતા એક અજાણ્યા ટુ વ્હીલર સાથે કાર સામાન્ય રીતે અડી જતાં ટુ વ્હીલર ચાલક પડી ગયો હતો જેથી કાર ચાલક મયંકભાઇએ માફી માગવા માટે કારનો કાચ ખોલતા ટુ વ્હીલર ચાલકે ઉભા થઇ મયંકભાઇને નાક પર જોરદાર મૂક્કો મારી દીધો હતો અને ફેંટ પકડી માર મારતાં બીજા લોકોએ દરમિયાનગીરી કરી મયંકને બચાવ્યો હતો નાકમાંથી સતત લોહી નિકળતાં મયંકભાઇ નિઝામપુરા વિસ્તારમાં આવેલી ગોપીનાથજી હોસ્પિટલમાં ગયા હતા જ્યાં વધુ સારવાર માટે રેસકોર્ષ ખાતે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ગયા હતા જ્યાં તેમને નાકના હાડકામાં ફ્રેકચર નિદાન થયું હતું જેથી મયંકભાઇએ અજાણ્યા ટુ વ્હીલર ચાલક વિરુદ્ધ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
