આધેડ વ્યક્તિ ટેમ્પોમાં રીંગણા થેલા ઉતારવાના મંજૂરી કામ માટે જતા હતા તે દરમિયાન અચાનક ફોર વ્હીલરે અડફેટે લીધા હતા
(પ્રતિનિધિ) વડોદરા તા. 17
શહેરના બાયપાસ હાઇવે ઉપર આવેલા એપીએમસી પાસે થ્રી વ્હીલર ટેમ્પોને અજાણ્યા ફોર વ્હીલર ચાલકે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો જેમાં થ્રી વ્હીલર ટેમ્પોમાં મંજૂરી કામ કરતા આધેડનું ગંભીર ઇજાઓને કારણે મોત નિપજ્યું હતું જેથી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લાના ઉમરેઠ નજીકના સુંદરપુરા ગામના રમણભાઇ ડાહ્યાભાઈ ઝાલા નામના આશરે 55વર્ષીય આધેડ ગત તા. 16મી જાન્યુઆરીના રોજ રાત્રે સવા દસના સુમારે રીંગણા ભરેલા થ્રી વ્હીલર ટેમ્પો સાથે મંજૂરી અર્થે વડોદરા શહેરના બાયપાસ હાઇવે નજીકના એપીએમસી માર્કેટમાં જતાં હતાં તે દરમિયાન કોઈ અજાણ્યા ફોર વ્હીલર ચાલકે થ્રી વ્હીલર ને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં રમણભાઇ નામના આધેડને મોઢાં, છાતી તથા હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી અકસ્માત ને પગલે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ તથા પોલીસ કંટ્રોલમાં જાણ કરતાં ઇજાગ્રસ્ત રમણભાઇ ને એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે લઇ જતાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.સમગ્ર ઘટનાની જાણ કપૂરાઇ પોલીસને થતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા ફોર વ્હીલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
