Vadodara

વડોદરા:આર્યાવર્ત બ્રાહ્મણ સમાજ દ્વારા ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રા નીકળી,કોઠી ચારરસ્તા પાસે ભવ્ય સ્વાગત કરાયું

આર્યાવર્ત બ્રાહ્મણ સમાજ વડોદરા દ્વારા ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી જેમાં કોઠી ચારરસ્તાએ શોભાયાત્રાનુ સ્વાગત કરવામાં આવ્યું

ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા બ્રાહ્મણોના આરાધ્ય દેવ અને તમામ સનાતનીઓના ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ આર્યાવર્ત બ્રાહ્મણ સમાજ વડોદરા દ્વારા ભંવરલાલ ગૌડની અધ્યક્ષતામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના મહેસાણાનગર ખાતેથી કાશીવિશ્વનાથ મંદિર સુધીની ભગવાન શ્રી પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં હનુમાનજી સહિત ભગવાવના વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બની હતી સાથે જ આ શોભાયાત્રામાં ઉંટ ગાડી,ઘોડા ગાડી,બગીઓ,ફોર વ્હીલર,ટુ વ્હીલર, ડી જે સાથે ભવ્ય શોભાયાત્રા જ્યારે શહેરના રાજમાર્ગો પરથી પસાર થઈ ત્યારે ઠેરઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા જ્યારે કોઠી ચારરસ્તા પાસે પહોંચી હતી ત્યારે મનમોહન સમોસા નાસ્તા હાઉસ અને મનમોહન વડાપાઉં ના મનમોહન પરિવાર દ્વારા સ્ટેજ તૈયાર કરી શોભાયાત્રા પર પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કર્યું હતું જેમાં મનમોહન પરિવાર, સન્મુખ જ્ઞાનચંદાની તથા મુસ્લિમ બિરાદરો દ્વારા ભાઇચારાના સંદેશ સાથે એક જ સ્ટેજ પરથી શોભાયાત્રા નું સ્વાગત કર્યું હતું

Most Popular

To Top