
શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા અક્ષરચોક બ્રિજ પર મંગળવારે રાત્રે એક કારમાં અચાનક આગ લાગી હતી જો કે સમયસૂચકતા વાપરી કાર સવાર નીકળી ગયા હતા જોતજોતામાં કાર ભડકે બળી હતી.ઘટનાને પગલે બ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો હતો બીજી તરફ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ ની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. કારમાં આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે