Vadodara

વડોદરા:અકોટા દાંડીયાબજાર સોલાર રૂફ પેનલ સિસ્ટમ નીચે દસ નબીરાઓએ ખુરશી પર બેસી જન્મદિવસ ઉજવણીની રીલ બનાવી વિડિયો વાયરલ કર્યો

શહેરમાં પોલીસનો જાણે કોઇ ખૌફ લોકોને રહ્યો ન હોય તેવું જણાય છે. ગુનાઇત માનસિકતા ધરાવતા લોકો વધુ છાટકા બની રહ્યા છે.શહેરમા હવે હત્યા, હત્યાનો કોશિશ, ચીલઝડપ, લૂંટફાટ,ચોરી,નશાખોરી, શરાબનું વેચાણ, છેડતી, મારામારી,પોલીસના જાહેરનામાં નું ઉલ્લંઘન જેવા ગુનાઓનું પ્રમાણ વધી ગયું છે જેના કારણે સામાન્ય લોકો, સમજદાર લોકો હવે એક પ્રકારના ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે.હાલમા સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં શહેરના અકોટા દાંડિયાબજાર બ્રિજ પાસે આવેલા સોલાર રૂફ પેનલ સિસ્ટમ નીચે દસેક નબીરાઓ પ્લાસ્ટિકની ખુરશી મૂકીને બેઠા છે અને આ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જે વિડિયો વાયરલ થયો છે તેમાં સરકાર ગૃપ અને મિ.મોઇન દરબાર લખેલું દેખાય છે સાથે જ દસેક નબીરાઓ બર્થડે ઉજવણી માટે પ્લાસ્ટિકની ખુરશીઓમાં બેઠેલા નજરે પડી રહ્યા છે સાથે જ એમાં સોંગ પણ મૂકવામાં આવ્યું છે કોણ અમને ડરાવે એવું એક સોંગ પણ ચાલી રહ્યું છે.અહી આ વિડીયો રાત્રે સવા બાર વાગ્યાની આસપાસ નો હોવાનું જણાય છે.


અગાઉ અહીં નવલખી બળાત્કાર ની ઘટના બાદ નવલખી મેદાનમાં એક પોલીસ ચોકી પણ મૂકવામાં આવી હતી પરંતુ તે જવલ્લે જ ખુલ્લી જોવા મળે છે જ્યારે કોઇ મોટો કાર્યક્રમ અહીં હોય કે પછી વીઆઇપી મહેમાનોની ગતિવિધિ દરમિયાન આ પોલીસ ચોકી ખુલ્લી હોય છે બાકી મોટાભાગે પોલીસ ચોકી બંધ જ જોવા મળે છે અહીં અકોટા દાંડિયાબજાર બ્રિજ પર અગાઉ 18એપ્રિલ 2024ની મધરાતે સવા બાર વાગ્યાની આસપાસ કલ્પ કનકભાઇ પંડ્યા પોતાની કાર ગફલતભરી રીતે હંકારી બ્રિજની બાજુમાં મોપેડ બાઇક તથા પાળી પર બેઠેલા ચાર વિધ્યાર્થીઓને અડફેટે લેતાં તેમાં એક આકાશ નામના એમબીએ ના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું આ કેસમાં કલ્પની મંગેતર સૃષ્ટિ દેસાઇ ની પણ અટક કરાઇ હતી તદ્પરાંત અહીં અવારનવાર કેટલાક નબિરાઓ પોતાની મોટરસાયકલ,મોડીફાઇ બુલેટ અને કાર લઈને ફૂલસ્પીડે લોકોને જોખમાય તે રીતે ચલાવે છે જ્યારે કે નજીકમાં જ પોલીસ ભવન આવેલું છે તેમ છતાં ગુનાઇત માનસિકતા ધરાવતા તત્વો તથા પિશાચી આનંદમાં માનતા તત્વો અહીં છાટકા બની બેફામ રીતે વાહનો હંકારે છે અને હવે નબીરાઓ ખુરશી મૂકીને જન્મદિવસ મનાવી વિડિયો વાયરલ કરી રહ્યા છે ત્યારે આ બધું શું દર્શાવે છે કે તેઓને પોલીસનો,કાયદાનો કોઈ ડર નથી રહ્યો સાથે જ નવલખી બળાત્કાર કાંડ બાદ પોલીસ જે રીતે થોડા દિવસ સુધી લોકોને અગિયાર વાગ્યા પછી બેસવા દેતી નહોતી અને ફૂલસ્પિડમા વાહનો ચલાવતા લોકો સામે સખતાઇથી કામ લેતી હતી તેમાં ઢીલાશ આવતા જ ફરીથી ગુનાઇત માનસિકતા ધરાવતા તત્વો બેફામ, બેખૌફ બેફિકર બની ગયા હોય તેવું જણાય છે ત્યારે આ વાયરલ વિડિયોમા જે રીતે ગીત વગાડી પડકાર ફેંકવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસે આવા બેલગામ તત્વો પર સખત લગામ લગાવવી જોઈએ અને સમાજમાં, લોકોમાં દાખલો બેસે તેવી કાર્યવાહી હાથ ધરવી જોઈએ જેથી અન્ય લોકો આવા કારસ્તાન કરતાં સો વાર વિચાર કરે.

Most Popular

To Top