Vadodara

વડોદરાઃ ટ્રાફિક નિયમન સંભાળતા ટ્રાફિક પોલીસ કર્મીઓને એ.સી.હેલ્મેટ આપવામાં આવ્યા

હાલમાં કાળઝાળ ગરમી અને હિટવેવ વચ્ચે સતત ખડેપગે ટ્રાફિક નિયમન સંભાળતા ટ્રાફિક પોલીસ કર્મીઓને એ.સી.હેલ્મેટ આપવામાં આવ્યા

ગત વર્ષે ટ્રાફિક પોલીસ પાસે ગરમીથી બચવા 500 જેટલા એ.સી.હેલ્મેટ સરકાર દ્વારા આપવામાં આવ્યા છે

એક વખત ચાર્જીગ કર્યા બાદ સાત થી આઠ કલાક એ.સી.હેલ્મેટ ઠંડક આપે છે

(પ્રતિનિધિ) વડોદરા તા. 26

હાલમાં કાળઝાળ ગરમી સાથે જ હિટવેવ વચ્ચે શહેરમાં સતત ખડેપગે રહી ટ્રાફિક નિયમન સંભાળતા ટ્રાફિક પોલીસ અને કર્મીઓ ને એ.સી.હેલ્મેટ આપવામાં આવ્યા છે 500 જેટલા એ.સી.હેલ્મેટ સાથે કાળઝાળ ગરમી વચ્ચે શહેર ટ્રાફિક ના જવાનો પોતાની ફરજ બજાવશે.

રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે ટ્રાફિક પોલીસ ને આકરી ગરમી વચ્ચે રક્ષણ મળી શકે તે માટે 500જેટલા એ.સી. હેલ્મેટ આપવામાં આવ્યા હતા. શહેરમાં ટ્રાફિક નું સુચારૂ સંચાલન થાય તે માટે ઠંડી વરસાદ કે પછી આકરી ગરમી વચ્ચે સતત ખડેપગે રહી ટ્રાફિક પોલીસ તથા ટીઆરબીના જવાનો ફરજ બજાવે છે. છેલ્લા ત્રણેક દિવસથી ગરમીનો પારો 40 ડિગ્રી ઉપર પહોંચી ગયો છે.ગતરોજ વડોદરા શહેરમાં મહત્તમ તાપમાન 40.6ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું બુધવારે સવારે અગિયાર વાગ્યાથી જ સૂર્ય દેવતા આકરો કહેર વર્તાવતા હોય તે રીતે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે, સાથે જ હિટવેવ પણ જોવા મળી રહ્યું છે, આવનારા દિવસોમાં હજી ગરમી વધવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે સતત ખડેપગે ઉભા રહી આકરી ગરમીમાં ટ્રાફિક નિયમન સંભાળતા ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના જવાનોને ગરમી સામે તડકા સામે રક્ષણ મળી રહે તે માટેની શહેર પોલીસ કમિશનરની સૂચના મુજબ એ.સી.હેલ્મેટ આપવામાં આવ્યા છે.ખાસ પ્રકારથી તૈયાર કરવામાં આવેલા એ.સી.હેલ્મેટને નાના એ.સી.સિસ્ટમ સાથે તૈયાર કરવામાં આવ્યા છે એકવાર આ એ.સી.હેલ્મેટ ને ચાર્જ કર્યા બાદ સાત થી આઠ કલાક સુધી માથાના ભાગે ઠંડક આપે છે.ટ્રાફિકના જવાનો તેને જરૂર પ્રમાણે ઉપયોગ કરી રહ્યા છે ત્યારે સમગ્ર બાબતે ટ્રાફિક એસીપી ડી,આર,વ્યાસ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

Most Popular

To Top