વડોદરામાં ફરી રક્ષિત કાંડ સર્જાતા રહી ગયું છે. શહેરના ખોડીયાર નગરથી વારસીયા રીંગ રોડ તરફ આવતા રોડ પર ચિક્કાર નશો કરી કાર ચાલકે પૂરઝડપે દોડાવી 10 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. જોકે સદનસીબે હાલમાં કોઈ મોત નીપજ્યું ન હોવાનું જાણવા મળ્યું છે. લોકોએ ચાલકને પકડી મેથી પાક ચખડ્યા બાદ પોલીસને આપ્યો હતો.
વડોદરા શહેરમાં દારૂનો નશો કરીને કાર ચલાવી અકસ્માત કરતા હોવાના બનાવો દિન પ્રતિ દિન વધી રહ્યા છે. તાજેતરમાં રક્ષિત ચોરસિયાએ 8 લોકોને હવામાં ફંગોળ્યા હતા. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 7 લોકો ઘવાયા હતા. ત્યારે હજુ પણ રક્ષિત બનીને ઘણા ચાલકોને બિન્દાસ્ત રીતે બેફામ વાહનો દોડાવી રહ્યા છે. ત્યારે વધુ એક રક્ષિતની જેમ ચિક્કાર નશો કરીને 10 જેટલા વાહનોને અડફેટે લીધા હોય તેવો બનાવ પૂર્વ વિસ્તારમાં બન્યો છે.
વડોદરા શહેરના ખોડીયારનગર ચાર રસ્તાથી એસ આર પેટ્રોલ જવાના રસ્તા પર કાર ચાલકે એક સાથે 10 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. જેમાં વાહન ચાલકોને ઇજાઓ પહોંચી છે. લોકોએ કાર ચાલકને પકડી મેથીપાક ચખાડ્યા બાદ ઘટના બાબતે જાણ થતા વારસિયા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હોય લોકોએ ચાલકને સોંપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં ફરી રક્ષિત કાંડ સર્જાતા રહી ગયો છે.
