વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી તા. ૨૭ અને ૨૮ ઓકટોબરના રોજ વડોદરા ખાતે યોજાનાર કાર્યક્રમ સંદર્ભે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, ગૃહ મંત્રી અને વડોદરા જિલ્લાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં રાજય મંત્રી મુકેશભાઇ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રભારી મંત્રીએ એરપોર્ટ, ટાટા એરબસ કાર્યક્રમ સ્થળ, સી૨૯૫ ફાઇનલ એસેમ્બલી લાઇન સેન્ટરની મુલાકાત તેમજ કાર્યક્રમના સ્થળે ચાલી રહેલી તૈયારીઓનું નિરીક્ષણ કર્યુ હતું.
બેઠકમાં મંત્રીએ બેઠક વ્યવસ્થા, વાહન પાર્કિંગ વ્યવસ્થા, પીવાના પાણીની જરૂરી વ્યવસ્થા, રૂટ મેપિંગ, મેડિકલ ટીમ, મીડિયા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરીને માર્ગદર્શન આપ્યું હતું. ઉપસ્થિત જનપ્રતિનિધિઓ,પદાધિકારીઓએ પણ પરસ્પર સહકાર અને સંકલનથી વડાપ્રધાનનો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થાય એ અંગે રચનાત્મક સૂચનો કર્યા હતાં.
બેઠકમાં મેયર પિન્કીબેન સોની, ધારાસભ્ય યોગેશભાઇ પટેલ, મનીષા વકીલ, કેયુર રોકડીયા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ચૈતન્યભાઇ દેસાઇ, પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમર, મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણા, જિલ્લા કલેક્ટર બિજલ શાહ સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે સંબંધિત મુસદ્દાઓ સાથે વિગતવાર તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી.
******
વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ અને પ્રભારી મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
By
Posted on