Vadodara

વડસર બ્રિજ પર બે કાર વચ્ચે અકસ્માત થતા ટ્રાફિકજામ



નોકરી ધંધા પર જતા લોકો અટવાયા, કેટલાક વાહન ચાલકોએ રોંગ સાઇડ જવાની ફરજ પડી

બ્રિજ પર એક્ટિવા ચાલકે મોપેડ સવાર મહિલાને ટક્કર મારતા નીચે પડ્યા, બંને અકસ્માતમાં કોઈ જાનહાની નહીં

વડોદરા તા.28
વડસર બ્રિજ પર આજે વહેલી સવારે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કોઈને ઇજા પહોચી ન હતી. પરંતુ બ્રિજ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. જેના કારણે સવારના સમયે નોકરી ધંધા પર જતા લોકો ટ્રાફીકમાં અટવાઈ ગયા હતા. આ બ્રિજ પરથી પસાર થતા મહિલાની મોપેડને એકટીવા ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જોકે મહિલાનો પણ સામાન્ય ઇજાઓ સાથે આબાદ બચાવ થયો હતો.

વડોદરા વડસર બ્રિજ અવાર નવાર અકસ્માતની ઘટના બનતી રહેતી હોય છે. ત્યારે આજે 8 નવેમ્બર ના રોજ સવારના સમયે વડસરથી માંજલપુર આવતા બ્રિજ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં આગળ ચાલતી કાર પાછળ અન્ય એક કારના ચાલકે પોતાની કાર ભટકાવી દીધી હતી. જોકે સદનસીબે આ અકસ્માતમાં બંને કારને નુકશાન પહોંચ્યું હતું. પરંતુ કારમાં બેઠેલા ચાલકોને કોઈ ઈજા નહીં પહોચતા આબાદ બચાવ થયો હતો.

જોકે અકસ્માતના પગલે બ્રિજ પરથી નીચે ઉતર્યા બાદ દિલ્હી પબ્લિક સ્કૂલ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વહેલી સવારે નોકરી ધંધા પર જઈ રહેલા લોકોને ટ્રાફિકના કારણે ફસાઈ ગયા હતા. નોકરી પર સમયસર જવાનું હોય
જોકે કેટલાક વાહન ચાલકોએ રોંગ સાઈડ વાહનો લઈને નીકળવાની ફરજ પડી હતી. વડસર બ્રિજ પર કાર વચ્ચે અકસ્માત થયો હતો તેની સામેની સાઇડ પર એક્ટિવા ચાલક અન્ય મોપેડ સવાર મહિલાને ટક્કર મારી ભાગી ગયો હતો. જેમાં મહિલા નીચે પડી જતા સામાન્ય ઇજા પહોચી હતી.

Most Popular

To Top