વડસર ગામમાં પાણી ભરાતા હાલાકી, NDRFની એક ટીમ તૈના
વડોદરા શહેરના વડસર વિસ્તારમાં પાણી ભરાવાના કારણે સમૃદ્ધિ સોસાયટી અને કોટેશ્વરમાં ફસાયેલા ૧૦ લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા સલામત રીતે બહાર કાઢી આશ્રય સ્થાને ખસેડવામાં આવ્યા હતા.
વડોદરાના વડસર ગામમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,વરસાદને કારણે પુરની સ્થિતિ વિકટ બની છે.ગત રોજ પુરના પાણી આવ્યા જે હજુ ઓસર્યા નથી,વિશ્વામિત્રી નદીના બીજા કાંઠે પણ લોકો રહે છે.ભારે વરસાદ આવે અથવા પૂર આવે તે અગાઉ એન.ડી.આર.એફની એક ટીમ તૈનાત કરી દેવાઈ છે.દર વર્ષે ચોમાસા માં અહીં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય છે ત્યારે આ વર્ષે પણ પાણી ભરાવવાની સમસ્યા યથાવત છે,ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્રારા ચોમાસાને લઈ કોઈ કામગીરી કરવામાં આવતી નથી,સાથે સાથે પુરને લઈ પરિસ્થિતિ વિકટ બનતી જાય છે.જયારે વધુ માત્રામાં પાણી છોડવામાં આવે તો ઘરોમાં પાણી ઘુસી જાય છે અને ઘરવખરીનો પણ વિનાશ થાય છે.
