Vadodara

વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઈ

( પ્રતિનિધિ ) વડોદરા,તા.8

વડોદરા વકીલ મંડળની આગામી ચૂંટણી માટે પ્રક્રિયા હાલ તેના મહત્વના તબક્કામાં પ્રવેશી ચૂકી છે. ત્યારે સોમવારે ઉમેદવારી ફોર્મની ચકાસણીનું કામ પણ શરૂ કરવામાં આવ્યું હતું. મંગળવારે ઉમેદવારોને તેમના નામ પાછા ખેંચવાની તક આપવામાં આવી છે.

વડોદરા વકીલ મંડળની આગામી ચૂંટણી માટેની પ્રક્રિયા તેના મહત્વના તબક્કામાં પહોંચી ચૂકી છે, તમામ હોદ્દાઓ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ હવે ઉમેદવારોના નામની અંતિમયાદી જાહેર કરવાની તૈયારીઓ ચાલી રહી છે. સોમવારે ઉમેદવારી ફોર્મની ચકાસણીનું કામ શરૂ થઈ ગયું છે. આ ફોર્મની ચકાસણી બાદ જ ફોર્મની માન્યતા નક્કી થશે. મંગળવારે ઉમેદવારોને તેમના નામ પાછા ખેંચવાની તક આપવામાં આવશે. ફોર્મ પરત ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ બુધવારે સાંજે ચાર વાગ્યા બાદ હોદ્દા મુજબ અંતિમ ઉમેદવારોની યાદી તેમના નંબર પ્રમાણે જાહેર કરવામાં આવશે. આ જાહેરાત સાથે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. નોટિફિકેશન મુજબ તારીખ 19 ડિસેમ્બરના રોજ સવારના 8 થી લઈને સાંજે 5:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તરત જ મત ગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. વકીલ મંડળનો પ્રયાસ છે કે, જેટલું શક્ય બનશે તેટલું પરિણામ તે જ દિવસે જાહેર કરી દેવામાં આવે.

Most Popular

To Top