Vadodara

વકીલ પત્નીએ પતિને લગ્ન જીવનના માત્ર ચાર માસમાં પારાવાર ત્રાસ આપ્યો

પતિએ છૂટાછેડા મેળવવા કરેલા દાવાને અદાલતે માન્ય રાખ્યો
પત્નીના ત્રાસ થી 10 વર્ષે પતિને અદાલતે છુટકારો અપાવ્યો
વડોદરા: રાજ્યની હોય કે દેશની અદાલત. ઘરેલું હિંસાના સેકડો કેસમાં પતિ જ કસુરવાર નિકળે છે અને પત્ની તરફે જ ચુકાદો આપવામાં આવે છે. શહેરની ધારાશાસ્ત્રી યુવતીના અનહદ ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયેલા પતિએ 10 વર્ષ પહેલા છૂટાછેડા માટે કોર્ટમાં ફરીયાદ કરી હતી જેને એપેલેટ કોર્ટે પણ માન્ય રાખતા સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો પીડિત પતિની તરફેણમા આવ્યો હતો.
દશરથ ગામના બ્રાહ્મણ પરીવારની શિક્ષિત યુવતીના લગ્ન ફેબ્રુઆરી 2014 મા ભરૂચના મંગલેશ્વરના બ્રાહ્મણ યુવક શિવમ જનાર્દન જોશી સાથે થયા હતા. ધારાશાસ્ત્રી યુવતીના પિતા ભાજપના આગેવાન છે. લગ્નના થોડા સમય બાદ જ પતિને જાણ થઈ કે ધારાશાસ્ત્રી પત્નીના અનૈતિક સંબંધ કૌટુંબિક યુવાન સાથે છે. ચોકી ઉઠેલા યુવાને પત્નીના કરતુત અંગેની જાણ તેના સસરાને કરી હતી. પુત્રીને સમજાવવાના બદલે પિતા પોતાના ઘરે પુત્રીને પરત લઈ આવ્યા હતા. જમાઈને દબાવવા માટે જમાઈને સ્ત્રીના કાયદાનો રોફ જમાવીને ખોટી રીતે પૈસા પડાવવાના બદઇરાદે નોટિસ પણ મોકલી હતી અને કેસ પણ કર્યા હતા. સાસરી પક્ષના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયેલા પત્ની પીડીતા પતિએ છૂટાછેડા મેળવવા માટે કોર્ટમાં દાવો કર્યો હતો. વડોદરાના સિનિયર સિવિલ જજે દાવો માન્ય રાખીને છૂટાછેડા નો હુકમ કર્યો હતો તેમજ લગ્ન જીવનના હક્કો ભોગવવાની અરજી પણ નામંજૂર કરી હતી. જેથી નારાજ પત્નીએ ટ્રાયલ કોર્ટના હુકમ સામે વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપિલ દાખલ કરી હતી, પરંતુ એપેલન્ટ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજે પતિ તરફેના ધારાશાસ્ત્રી પુરવ કે ત્રિવેદી અને પવન રાજેન્દ્ર ત્રિવેદીએ કરેલી દલીલોને માન્ય રાખી હતી અને અરજદાર પત્નીની અપીલને કડક શબ્દોમાં ટીકા કરીને ફગાવી દીધી હતી તેમજ છૂટાછેડા નો હુકમ પણ માન્ય રાખ્યો હતો.
જોકે વકીલ પત્ની અને સસરા વિરુદ્ધ હજુ પણ અદાલતમાં ક્રિમિનલ કેસ ચાલુ છે. સસરાએ ખોટી રીતે જાતે જ લખેલું લગ્નનું પ્રમાણપત્ર બનાવ્યું હતું અને ખોટી સહીઓ અને પુરાવા એકત્ર કરીને અદાલતમાં ઉપયોગ પણ કર્યો હતો તેવું પતિએ ખુદ જણાવ્યું હતું.
એક દાયકા સુધી કોર્ટમાં લાંબી લડત બાદ પોતાની ન્યાય મળતા જ પતિએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે આખરે સત્યનો વિજય થયો. અદાલતના આ ચુકાદાથી સમાજમાં એવો દાખલો બેસે કે સ્ત્રીઓ કાયદાનો દુરુપયોગ હથિયાર તરીકે કરે છે તેવી માથાભારે સ્ત્રીઓને સબક મળશે.

પ્રેમીનો નંબર “કારેલુ” નામથી સેવ કર્યો હતો
ભેજાબાજ ધારાશાસ્ત્રી પત્નીએ લગ્ન બાદ પણ જેની સાથે સંબંધ રાખ્યા હતા તે પ્રેમીના નંબર ઉપર “કારેલુ” નામથી નંબર સેવ કર્યો હતો. પિતાના મોબાઈલ નંબરથી લગ્ન બાદ પણ પ્રેમી સાથે સતત વાતચીત કરતી હતી. પોલીસ કેસ દરમિયાન મોબાઇલ માંથી કોલ ડીટેલ કઢાવતા ભાંડો ફૂટ્યો હતો. માત્ર ચાર મહિનાના લગ્ન જીવનમાં માથાભારે પત્નીએ 15 થી વધુ કેસ અને અરજીઓ પતિ વિરુદ્ધ કરી હતી. સંયુક્ત કુટુંબમાં અશુભ પ્રસંગમાં પણ પત્ની ગેરહાજર રહેતી હતી. સાસરિયાઓના દુઃખમાં ક્યારેય વકીલ પત્ની સહભાગી થતી જ નહી. પત્ની વારંવાર ફોજદારી કાર્યવાહીમાં પતિ અને કુટુંબને ફસાવવાના પ્રયાસ કરતી હોવાથી આખો પરિવાર નાસીપાસ થઈ ગયો હતો અને પ્રતિષ્ઠાને પહોંચી હતી. પતિની કારકિર્દીને પણ નુકસાન પહોંચે તેવા વર્તનથી પતિને સતત માનસિક વેદના વેઠવી પડતી હતી. પત્નીની ત્રાસદાયક વર્તણૂકને કોર્ટે પણ માની હતી. દંપતી 10 વર્ષથી અલગ રહેતું હોવાથી કોઈપણ પ્રકારની લાગણી રહે નહીં અને લગ્ન જીવન મૃતપાય માનીને કોર્ટે છુટાછેડા મંજુર રાખ્યા હતા.

Most Popular

To Top