Kalol

લ્યો બોલો, વેજલપુર ગ્રામ પંચાયતે કર્યું બુદ્ધિનું પ્રદર્શન, નદીમાંથી પીવાના પાણીની લાઇન પસાર કરી

વેજલપુર ગ્રામ પંચાયત હદની નદીમાં પીવાના પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાયુz વેજલપુર ગ્રામ પંચાયતનું વહીવટી તંત્ર ઘોર નિદ્રામાં

કાલોલ :
વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં ઇદગાહ ઉપરથી પીવાનું પાણી ગામમાં આવતું હોય છે..ત્યારે તે પીવાની પાણીની લાઇન નદીમાંથી થઈને મોટા મોહલ્લા ખાતે જતી હોય છે. ત્યારે આ પીવાના પાણીની લાઈનમાં છેલ્લા બે મહિનાથી ભંગાણ સર્જાયું છે. આ પીવાની પાણીની લાઇન નદીની ગંદકીમાં જોવા મળી હતી આ ગંભીર સમસ્યા તાલુકા પંચાયત સભ્યના ધ્યાને આવી હતી. તેમણે વેજલપુર ગ્રામ પંચાયતમાં અનેક વખતે મૌખિક રજૂઆત કરી છે. છતાં આ અંધેરી નગરીના ગંડુ રાજા જેવો વહીવટ કરનાર લોકોને આ ગંભીર સમસ્યાને નજર અંદાજ કરી હતી. ત
શનિવારે તાલુકા સભ્યે વેજલપુર ગ્રામ પંચાયતમાં લેખિત અરજી આપીને તાત્કાલિક ધોરણે નદીમાં સર્જાયેલ ભંગાણ તાત્કાલિક ધોરણે રીપેર કરવામાં આવે તેવી માંગ કરી હતી

આ પીવાના પાણીમાં ભંગાણ સર્જાતા નદીમાંનું ગંદુ પાણી મિક્સ થઈ રહ્યું છે તેવા આક્ષેપો પણ તાલુકા સભ્યે કર્યા હતા. હવે જોવું રહ્યું કે કુંભ કર્ણની નિંદ્રામાં પોઢી રહેલું વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે પીવાના પાણીની લાઈનમાં થયેલા ભંગાણનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવશે ખરું? કે પછી દિવા તળે અંધારુજ રહેશે.

Most Popular

To Top