Vadodara

લો બોલો, મુક્તાનંદ સર્કલ પાસે એક જ ડિવાઈડરને બે વાર બનાવતી વડોદરા મહાનગરપાલિકા


પ્રતિનિધિ વડોદરા તા. 9
પ્રાથમિક સુવિધાઓ મળી રહે અને વડોદરાનો વિકાસ થાય તે માટે શહેરીજનો મિલકત વેરો સમયસર અથવા તો એડવાન્સમાં વડોદરા મહાનગરપાલિકામાં ભરતા હોય છે. પરંતુ વડોદરા મહાનગરપાલિકા પ્રજાના વેરાનો વેડફાટ કરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. Nગતરોજ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ મુક્તાનંદ સર્કલ પાસે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રોડની વચ્ચે ડિવાઈડર નું કામ કરવામાં આવ્યું હતું અને જે પ્રકારે સાંજના સમયે શહેરમાં વરસાદ વરસ્યો ત્યારબાદ ડિવાઈડર બનાવવામાં વપરાયેલા સિમેન્ટનો માલ સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો . જેથી આજરોજ ફરીથી એકવાર તે જ ડિવાઈડર ને બનાવવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. અને ક્યાંક ને ક્યાંક એક જ કામ કરવા માટે બે વાર જો માલ સમાન વપરાતો હોય તો પ્રજા દ્વારા ભરપાઈ કરેલા વેરાનો વેડફાટ થતો હોય તેવું કહી શકાય.

હવામાન ખાતા દ્વારા અગાઉથી જ વરસાદની આગાહી કરવામાં આવી હતી તેમ છતાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા વરસાદની આગાહી વચ્ચે ડિવાઈડર બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જે વડોદરા મહાનગરપાલિકાની બેદરકારી કહી શકાય. હવે સવાલ એ ઉભો થાય છે કે વડોદરા મહાનગરપાલિકાને અગાઉથી જ ખબર હોય કે શહેરમાં વરસાદ આવવાનો હોય તો આ પ્રકારે સિવિલનું કામ કેમ હાથ ધરવામાં આવ્યું?

Most Popular

To Top