Vadodara

લો કરલો બાત.. હવે માતાજીના મંદિરમાંથી તાંબાના લોટાની પણ ચોરી

સમા વિસ્તારમાં દર્શન કરવાના બહાને આવી મંદિરમાંથી તાંબાના લોટા ચોરતો શખ્સ સીસીટીવી કેદ થયો

વડોદરા તારીખ 28
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા અંબા માતાજીના મંદિરમાંથી એક શખ્સ દર્શન કરવા માટે આવતો હતો. ત્યારબાદ આજુબાજુ રેકી કરીને ત્યાં મૂકેલા તાંબાના લોટાની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં તસ્કરો મકાન અને દુકાન સહિતની જગ્યા ઉપર ઉપરા છાપરી ચોરીને અંજામ આપીને શહેર પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. અગાઉ પણ ઘણા વિસ્તારોમાં તસ્કરોને ભગવાનનો પણ ડર રહ્યો ન હોય તેમ મંદિરોને પણ નિશાન બનાવી ત્યાંથી ભગવાનના આભૂષણો દાન પેટીમાંથી રોકડ રકમ સહિતની વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. ત્યારે વડોદરાના સમા વિસ્તારમાં ધરતી ટેનામેન્ટ્સ પાસે આવેલા અંબે માતાજીના મંદિરમાં પણ આવો બનાવ સામે આવ્યો છે. મંદિરમાંથી રોજ તાંબાના લોટા ગાયબ થતાં હતા. મંદિરમાં મુકેલા લોટા ઓછા થવા લાગતા મંદિરના પૂજારીને કોઈ ચોરી કરતું હોવાની શંકા ગઈ હતી. જેથી તેઓએ મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ચેક કર્યા હતા. તે દરમિયાન એક વ્યક્તિ રોજ માતાજીના દર્શન કરવાના બહાને મંદિરમાં આવે છે. ત્યારબાદ કોઈ તેને જોઈતો નથી રહ્યું ને તેવી રેકી કર્યા બાદ મંદિરમાંથી સિફત પૂર્વક તાંબાના લોટાની ચોરી કરીને બહાર નીકળી જતો હતો. આ ચોરની ચોરી કરવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

Most Popular

To Top