વ્યાજખોર પાસે વ્યાજે નાણાં ધીરધાર નું લાયસન્સ પણ નથી છતાં વ્યાજે નાણાં ધીરધાર કરતો હતો
મુદલની માંગણી સાથે દુકાન પડાવી લેવાની ધમકી આપતા વેપારીએ કંટાળીને દવા પીધી હતી
(પ્રતિનિધિ) વડોદરા તા. 03
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ વિનાયક રેસીડેન્સીમાં રહેતા નરેશભાઇ કેસરીચંદ નેનાની (ઉ.48) એ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ખંડેરાવ માર્કેટ ખાતે એસ.કે.ફ્રુટ, અને એન.કે.ફુટ નામની દુકાનમાં ફુટનો હોલસેલ વેપાર કરીને ગુજરાન ચલાવે છે. તેમણે ફ્રુટનો વેપાર કરવા માટે 2012થી 2020 સુધીમાં સંતોષભાઇ ઉર્ફે અકુભાઇ બાબુભાઇ ભાવસાર (રહે.રાજસ્થંભ સોસાયટી, રાજમહેલ રોડ વડોદરા) પાસેથી ટુકડે ટુકડે અદાંજીત 47 લાખ રૂપીયા વ્યાજે લીધા હતા, જેના બદલમાં સિક્યુરીટી પેટે તેઓએ વેપારી પાસેથી 10થી 12 જેટલા ચેક લીધા હતા.તેની સામે આજ દીન સુધી પોણા બે કરોડની રકમ પરત આપી દીધી વ્યાજ પેટે દર મહિને બે ટુકડામાં સંતોષભાઈ ભાવસારને પૈસા આપતા હતા. મહિને કુલ રૂ. 1,33,500 જેટલુ વ્યાજ રોકડેથી ચુકવતા હતા. આ વ્યાજની રકમ તેઓના ઘરે આપવા માટે દુકાનમાં કામ કરતા ગોવિંદભાઇ સંગાડા દ્વારા મોકલાવતા હતા. બે-ત્રણ વાર ઓનલાઇન ટ્રાન્ઝકશન દ્વારા પણ વ્યાજ ચુકવ્યું હતું આમ તેમણે આજ દિવસ સુધી પોણા બે કરોડ જેટલી રકમ પરત આપી દીધી હોવા છતાં, જે રકમને તેઓ વ્યાજની રકમ ગણે છે.અને પૈસાની ઉઘરાણી કરતા હતા નરેશભાઇ તેમને દર મહિને વ્યાજ ચુકવતા હતા. આ વર્ષે દિવાળી પછી નાણાકીય તકલીફ પડતા તેઓને વ્યાજની રકમ ચુકવી શક્યા ન હતા. ત્યાર બાદ સાત-આઠ દિવસથી દરરોજ સંતોષભાઇ ફોન કરીને નરેશભાઇ પાસેથી પૈસાની ઉઘરાણી કરતા હતા અને ગત તા. 28/11/2024ના રોજ સંતોષભાઇ એસ.કે.ફુટ નામની દુકાનમાં જ ઇ અને અને પૈસાની માંગણી કરી નરેશભાઇ ને ધાકધમકી આપવા લાગ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, પૈસા કરી આપ નહિતર તા. 1/112024ના રોજ હું દુકાન લઇ લઇશ, તેનાથી કંટાળીને નરેશભાઇએમારી એસ.કે.ફુટ નામની દુકાને પ્રવાહી સફેદ ફિનાઇલ પી ગયા હતા.આ મામલે મંગળવારે પોલીસ અધિકારીએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે વેપારી નરેશભાઇ ની ફરિયાદના આધારે તાત્કાલિક સંતોષ બાબુભાઇ ભાવસારની અટકાયત કરવામાં આવી છે તેની પાસે વ્યાજના નાણાં ધીરધાર કરવા માટેનું લાયસન્સ પણ નથી તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે અને વેપારી સામે મની લોનડરીગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.સંતોષ ભાવસાર ખંડેરાવ માર્કેટ પાસે દુકાનો ભાડે આપે છે તેની સામે અગાઉ કોઈ ફરિયાદ કે અરજી આવેલી નથી તેમ અધિકારીએ જણાવ્યું હતું સાથે જ નરેશભાઇ નામના વેપારીની ફરિયાદના આધારે તપાસ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.સંતોષ ભાવસાર પાસ કરોડોના નાણાં ક્યાંથી આવ્યા તથા તેણે અન્ય કોઇના મિલકત ને પચાવી છે કે કેમ તે તમામ બાબતો અંગેની પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે.