Madhya Gujarat

લુણાવાડામાં મસ્જીદ પરના લાઉડ સ્પીકર ઉતારવામાં આવ્યાં


મુસ્લિમ સમાજના લોકોએ જ મોટેમોટેથી વાગતા લાઉડ સ્પીકરનો વિરોધ કર્યો
(પ્રતિનિધિ) લુણાવાડા તા.20
લુણાવાડામાં આવેલી મસ્જીદ – એ – મેહરૂનીસામાં મોટે મોટેથી વાગતા લાઉન્ડ સ્પીકર બાબતે સ્થાનિક મુસ્લિમ પરિવારોએ વિરોધ કર્યો હતો. આ અંગે પોલીસમાં રજુઆત કરતાં પોલીસે અવાજ પ્રદૂષણ કરતા સ્પીકર ઉતારી જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, લુણાવાડા ખાતે ડીજે, લાઉડ સ્પીકરથી થતા નોઇઝ પોલ્યુશનની જાહેર જનતા દ્વારા થતી ફરિયાદ બાબતે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં લુણાવાડા ટાઉન ખાતે આવેલી મસ્જીદ – એ – મેહરૂનીસામાં લગાવેલા એક કરતા વધુ લાઉડ સ્પીકરના અવાજના કારણે આજુબાજુના રહેણાંક વિસ્તાર તથા હોસ્પિટલમાં સતત ખલેલ પહોંચી હતી. આ અંગે જાહેર જનતામાં હેરાનગતી થતી હતી. આ ઉપરાંત મસ્જીદના આગેવાનોને છેલ્લા એક વર્ષથી પોલીસ દ્વારા મીટીંગ રાખી લાઉડ સ્પીકરનો અવાજ ઓછો કરવા સતત સુચના આપવામાં આવી હતી. આમ છતાં મસ્જીદમાં લગાવેલા સ્પીકરનો અવાજ નક્કી કરેલા ધારા ધોરણ કરતા સતત વધુ ડેસીબલમાં રહેતો હોય અને જાહેર જનતાની સતત રજૂઆતના કારણે સોમવારના રોજ જિલ્લા પોલીસ દ્વારા સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન તથા નોઇઝ પોલ્યુશન રૂલ્સ તથા કલેક્ટર મહીસાગરના જાહેરનામા અન્વયે મસ્જીદમાં લગાડેલા લાઉડ સ્પીકરને મસ્જીદ પરથી ઉતારી જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી છે.

Most Popular

To Top