Limdi

લીમડી ગ્રામ પંચાયત દ્વારા અઠવાડિયામાં માત્ર બે દિવસ પાણી અપાય છે, કોઈ નિશ્ચિત સમય પણ નહીં

લીમડી: લીમડી ગ્રામ પંચાયત દ્વારા અઠવાડિયામાં માત્ર બે દિવસ પાણી પૂરું પાડવામાં આવે છે. પાણી આપવાનો કોઈ નિશ્ચિત સમય હોતો નથી .
ઉનાળાની કાળજાળ ગરમીમાં છેલ્લા એક માસમાં પાણી નિયમિત આવતું નથી. પાણી માટે લોકો પૂછે છે ત્યારે સતાધીશો તરફથી માત્ર એક જવાબ આપવામાં આવે છે કે મોટર બળી ગઈ છે. બે ત્રણ દિવસ પછી પાણી આવશે. પાણીની મોટર બળી જવાની સમસ્યા છેલ્લા લાંબા સમયથી ચાલે છે અને વારંવાર પાણીની મોટર બળી જાય છે. સ્પેરમાં મોટર હોવા છતાં પણ કામમાં આવતી નથી. લોકોને પાણી પૂરું પાડવામાં આવતું નથી. ગ્રામ પંચાયતને સાંસદ અને ધારાસભ્યની નિધિમાંથી પાણી આપવા માટે ટ્રેક્ટર અને પાણીના ટેન્ક આપેલા છે. છતાં પણ સતાધીશો દ્વારા ટેન્કર મારફતે ગામમાંથી સોસાયટીઓમાં પાણી પૂરું પાડવામાં આવતું નથી.

આ અંગે સોસાયટીના રહીશોએ તેમજ ગ્રામજનોએ વારંવાર સત્તાધીશોને રજૂઆત કરેલી છે. છતાં પણ કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી. એક માસમાં બીજી વખત મોટર બળી ગઈ. પ્રજા ને સ્વ ખર્ચે પાણીના ટેન્કરો નાખવા પડે છે. તો આ અંગે રજૂઆત કરતા કોઈ પરિણામ આવતું નથી

તો લીમડી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતો વહીવટ અને તેના પર ના ખર્ચા કોઈ નિયંત્રણ નથી. સુખાકારી સુવિધા માટે સરકાર તરફથી આપવામાં આવતી ગ્રાન્ટ ક્યાં જાય છે? શું ગોલ માલ ચાલી રહ્યું છે લીમડી ગ્રામ પંચાયતમાં જેની તપાસ ઉચ્ચ અધિકારીઓ કરશે કે પછી આવું ને આવું જ ચાલશે?. સફાઈ કર્મચારીઓનો પગાર, પંચાયતના કર્મચારીઓને પગાર નિયમિત આપવામાં આવતો નથી. એક વર્ષમાં કેટલી વખત મોટર બળી જવાના પ્રશ્નો ઉદભવે છે ચર્ચાનો વિષય છે . તો શું દાહોદ જિલ્લાનું મુખ્ય વેપારી મથક ગણાતું લીમડી ગ્રામ પંચાયતની સમસ્યાનું નિરાકરણ આવશે ખરું કે?

Most Popular

To Top