Dahod

લીમખેડા હાઈવે પર બાઈક સ્લીપ થતા પાછળ બેઠેલા સવારનું મોત

દાહોદ :

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી પસાર થતાં લીમખેડા હાઈવે રોડ ઉપર એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ સ્લીપ ખવડાવી દેતાં મોટરસાઈકલની પાછળ બેઠેલા વ્યક્તિનું શરીરે ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યાનું જાણવા મળે છે.

ગત તા.૮મી એપ્રિલના રોજ અનિલભાઈ બચુભાઈ મકવાણા પોતાના કબજાની મોટરસાઈકલ પાછળ ઝાલોદના ડુંગરી ગામે ભુરીયા ફળિયામાં રહેતાં સંજયભાઈ ભલાભાઈ સંગાડાને બેસાડી ઝાલોદમાંથી પસાર થતાં લીમખેડા હાઈવે રોડ પરથી પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યા હતા .ત્યારે મોટરસાઈકલની વધુ પડતી ઝડપના કારણે મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં અનિલભાઈ તથા મોટરસાઈકલની પાછળ બેઠેલા સંજયભાઈ એમ બંન્ને વ્યક્તિઓ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં. જેને પગલે સંજયભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન સંજયભાઈનું મોત નીપજ્યું હતું.

આ સંબંધે ઈન્દીરાબેન સંજયભાઈ સંગાડાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



——————————

Most Popular

To Top