Dahod

લીમખેડા હાઇવે પર પીસીઆર વાનને બસે ટક્કર મારી, બે પોલીસને ઇજા



દાહોદ જિલ્લાના લીમખેડા નેશનલ હાઈવે પરથી પસાર થતી પોલીસની પીસીઆર વાનને પાછળથી આવેલી એક ખાનગી લક્ઝરી બસના ચાલકે જાેશભેર ટક્કર મારતાં પોલીસની ગાડીમાં સવાર પોલીસ કર્મચારીઓ પૈકી બે પોલીસ કર્મચારીઓને ઈજાઓ થતાં નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. ગતરોજ રાત્રીના સમયે લીમખેડા નગરમાંથી પસાર થતાં ઈન્દૌર અમદાવાદ નેશનલ હાઈવે પર લીમખેડાની પેટ્રોલીંગ વાન પેટ્રોલીંગમાં નીકળી હતી. ત્યારે રાત્રીના સમયે હાઈવે રસ્તા પરથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી ગોધરા તરફ જતી એક ખાનગી લક્ઝરી બસના ચાલકે આગળ જતી પોલીસની વાનને અડફેટમાં લેતાં પોલીસની વાનમાં પલ્ટી મારતાં પોલીસની ગાડીમાં સવાર પોલીસ કર્મચારીઓ પૈકી બે પોલીસ કર્મચારીઓને શરીરે ઈજાઓ પહોંચી હતી. આ માર્ગ અકસ્માત સર્જી લક્ઝરી બસનો ચાલક પોતાના કબજાની લક્ઝરી બસ લઈ ભાગવાનો પ્રયાસ કર્યાે હતો ત્યારે પોલીસે તેનો પીછો કરી લક્ઝરી બસના ચાલકને ઝડપી પાડ્યો હતો.

આ સંબંધે લીમખેડા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————————-

Most Popular

To Top