લીમખેડા:
લીમખેડા રેલ્વે સ્ટેશન પર એક દુ:ખદ ઘટનામાં, ઘરના સામાન્ય કંકાસથી કંટાળી ગયેલી એક મહિલાએ તેના બે પુત્રોને માલગાડીની સામે ફેંકી દઈ સાથે આપઘાત કરી લેતા મહિલા તથા તેના બે નાના પુત્રો સહિત ત્રણનાં કરુણ મોત નિપજતાં લીમખેડા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
પ્રાપ્ત વિગતો અનુસાર લીમખેડા તાલુકાના બાર ગામની જયશ્રીબેનના લગ્ન સાતેક વર્ષ પહેલા પટવાણ ગામના ભારતભાઈ સાથે થયા હતા અને વસ્તાર માં બે પુત્રો હતાં. જેમાં મોટાં પુત્રની ઉંમર પાંચ વર્ષ અને તે બાલવાડીમાં ભણતો હતો. તેનુ નામ રિધમ હતું અને બીજા નાના પુત્ર ઉંમર ત્રણ વર્ષ હતી જેનું નામ પ્રિયમ હતું. આજથી બે ત્રણ દિવસ પહેલા જયશ્રી બેનની સાસરીમાં થોડી બોલાચાલી થતાં તે રિસાઈને તેનાં પિયરમાં બાર ગામે જતી રહી હતી. સાસરીમાંથી કોઈ સમાચાર ના આવતા અને મનમાં લાગી આવતા આજરોજ તેનાં પુત્ર રિધમને બાલવાડીમાં લેવા જાવ છું તેવું કહી લીમખેડા રેલ્વે સ્ટેશન પર આવી દાહોદ તરફથી આવતી માલગાડી સામે બન્ને માસુમ પુત્રોને ગળે લગાડી પડતું મુકતાં બે પુત્રો તથા મહિલા સહિત ત્રણનાં કરુણ મોત નિપજતાં સમગ્ર લીમખેડા તાલુકામાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.