લીમખેડા તાલુકાના એમજીવીસીએલ વિભાગની નબળી કામગીરી સામે અવારનવાર વ્યાપક ફરીયાદો ઊઠવા પામી છે. છતાં તાલુકાના તથા જિલ્લાના ઊચ્ચ કક્ષાના અધિકારીઓનું ભેદી મૌન લીમખેડા રેલ્વે ગરનાળા ની નજીક રેલ્વે ની હદમાં ગેરકાયદેસર લોખંડની કેબિનો માં ગેરકાયદેસર લીધેલા વીજ કનેક્શનમાં રીપેરીંગ કરવા માટે લીમખેડા વીજ પુરવઠો બંધ રાખીને આમ પ્રજાને પ્રજાને હેરાન કરી નાખી છે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જે ખુબ જ ગંભીર બાબત છે
ધણી વગરના ઢોર જવું લીમખેડા એમ જી વી સી એલ વિભાગ
લીમખેડા ગરનાલાની નજીક ની ગેરકાયદેસર લોખંડ ના કેબિનો માં લાઈટ રીપેરીંગના નામે અડધાં લીમખેડામાં છેલ્લા ચાર કલાક થી વિજ પુરવઠો બંધ રાખીને આમ પ્રજાને હેરાન કરી નાખી છે. એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદથી પ્રજાને કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે તે માટે આપાત કાલીના મીટીંગ બોલાવી તમામ ઓફીસ ૨૪ કલાક ચાલુ રાખવી તેવી સુચના આપી હોવા છતાં એમજીવીસીએલ ઓફીસ પર કોઈ ફોન રીસીવ કરવા તૈયાર નથી. અવારનવાર વ્યાપક ફરીયાદો થઈ છતાં તંત્ર નું ભેદી મોન મુખ્યમંત્રી ની સુચના પણ વ્યર્થ ગઈ છે.
