બિનહરીફ વરણીથી નવી કાર્યકારિણી જાહેર, વકીલ મંડળમાં ખુશીની લહેર
(પ્રતિનિધિ) લીમખેડા
લીમખેડા બાર એસોસિએશનની ચૂંટણીમાં સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે રૂપસિંગભાઈ બળવંતભાઈ પટેલની પસંદગી થતા લીમખેડા કોર્ટ પરિસરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પ્રમુખ તરીકે ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત થતાં કોર્ટના સિનિયર તથા જુનિયર વકિલોએ તેમને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
લીમખેડા કોર્ટમાં યોજાયેલી બાર એસોસિએશનની ચૂંટણીમાં અન્ય હોદ્દેદારોની પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી. વકીલ મંડળના સેક્રેટરી તરીકે સોમાભાઈ કડવાભાઈ બારીયા, ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ એચ. નિનામા, સહસેક્રેટરી તરીકે હીનાબેન સી. મુનિયા, ખજાનચી તરીકે જસવંતસિંહ એલ. બારીયા તથા લાયબ્રેરિયન તરીકે ગિરીશભાઈ એસ. નિનામાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ રૂપસિંગભાઈ બી. પટેલે તમામ હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તથા લીમખેડા બાર એસોસિએશનની એકતા, વકીલોના હિત અને ન્યાયિક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. નવી કાર્યકારિણીની વરણીથી લીમખેડા વકીલ મંડળમાં ખુશીની લહેર પ્રસરી હોવાનું જોવા મળ્યું હતું.
અહેવાલ: દિનેશ શાહ, લીમખેડા