Limkheda

લીમખેડા પોલીસની સફળતા, ત્રણ વર્ષથી ફરાર બળાત્કાર અને અપહરણના આરોપીને દેવગઢ બારીઆથી દબોચ્યો

લીમખેડા: લીમખેડા પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસે ત્રણ વર્ષથી ફરાર બળાત્કાર અને અપહરણના આરોપીને ઝડપી લીધો છે. આરોપી રતન મોહન બારીઆ મોટીખજુરી, દેવગઢબારીઆનો રહેવાસી છે.”
“લીમખેડા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુના નંબર 0467/2022 હેઠળ કેસ નોંધાયો હતો. તેની સામે IPC કલમ 366 હેઠળ અપહરણ અને કલમ 376(2)(એન), 114 હેઠળ બળાત્કારનો આરોપ હતો. આ ઉપરાંત પોકસો એક્ટની કલમ 4, 6, 8, 17 હેઠળ પણ ગુનો નોંધાયેલો હતો.
પોલીસ ઈન્સ્પેક્ટર કે. સી. વાઘેલાના નેતૃત્વમાં પોલીસ ટીમે હ્યુમન અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કર્યો. અ. હે. કો. રણજીતસિંહ ફતેસિંહને મળેલી બાતમી મુજબ આરોપી મજૂરી કામ કરીને ઘરે પરત ફર્યો હતો. પોલીસે આયોજનબદ્ધ રીતે અલગ-અલગ ટીમો બનાવી ઓપરેશન હાથ ધર્યું. આ ઓપરેશનમાં એ.એસ.આઈ. અર્જુનભાઈ રમેશભાઈ, એ.એસ.આઈ. રણજીતસિંહ સમરસિંહ સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી. આરોપીની ધરપકડથી વિસ્તારમાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે

Most Popular

To Top