Limkheda

લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામમાં વાવાઝોડા બાદ ભયંકર આગ, 35 મકાનો, ચાંદીના દાગીના, રોકડ રકમ તથા અનાજ વિગેરે બળીને ખાક

લીમખેડા: લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામમાં વાવાઝોડા બાદ ભયંકર આગમાં 35 મકાનો, ચાંદીના દાગીના, રોકડ રકમ તથા અનાજ વિગેરે બળીને ખાક થતા લાખો રૂપિયાનુ નુકસાન થયું છે. અસરગ્રસ્ત લોકોનું માત્ર પહેરેલા કપડાં સિવાયનું સંપૂર્ણ બળી જતાં ગરીબ પ્રજા કપરી પરિસ્થિતિમાં મુકાઇ ગેભાઈ. દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર, પંચાયત મંત્રી બચુભાઇ ખાબડ, જીલ્લા ભાજપના અધ્યક્ષ સ્નેહલ ધરીયા, જીલ્લા કલેકટર ડીડીઓ , જીલ્લા પોલીસ વડા રાજદીપ સિંહ ઝાલા વિગેરેએ ઘટનાસ્થળે પહોંચી જઈ અસરગ્રસ્તને આશ્વાસન આપ્યું હતું.


લીમખેડા ના ચીલાકોટા ગામના મેળા ફળિયામાં ગઈકાલે સાંજે આવેલા ભયંકર વાવાઝોડાએ તબાહી મચાવી હતી. વાવાઝોડાને કારણે એક આગનો તણખો ક્યાંકથી ઉડીને પતરાવાળા મકાન પર રાખેલા ઘાસમાં પડ્યો, જેનાથી ઘાસમાં આગ લાગી હતી. વાવાઝોડાની તીવ્ર ગતિએ આગને ઝડપથી ફેલાવી, અને થોડી જ વારમાં મેળા ફળિયાના 35 મકાનો આગની ઝપેટમાં આવી ગયા હતા .જેમાં 26 મકાનો સંપૂર્ણ બળી ગયા હતા. ભયંકર આગમાં ઘરોમાં રાખેલું સર્વસ્વ, ઘરવખરીનો સામાન, અનાજ, સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ બળીને ખાખ થઈ ગયું. આગમાં એક બળદ બે ભેંસ અને ચાર બકરાંના પણ મોત થયા હતા.


આગનું તાંડવ અને તબાહી
મોડી રાત સુધી ચાલેલી આ આગે એક પછી એક ઘરને પોતાની લપેટમાં લીધું. આગની જ્વાળાઓએ આખા ફળિયાને ઝપેટમાં લઈ લીધું. લીમખેડા તાલુકા વહીવટી તંત્રને ઘટનાની જાણ થતાં તાત્કાલિક પ્રાંત અધિકારી વાય.કે. વાઘેલા, મામલતદાર અનિલ વસાવા, તાલુકા વિકાસ અધિકારી પ્રકાશ રાવત સહિતના અધિકારીઓ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા. તેમણે પરિસ્થિતિનો તાગ મેળવી દાહોદ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમને જરૂરી સૂચનાઓ આપી. ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓએ આખી રાત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ ત્યાં સુધીમાં લગભગ બધું જ બળીને રાખ થઈ ગયું હતું. લીમખેડા વહીવટી તંત્રના અધિકારીઓ આખી રાત ઘટનાસ્થળે હાજર રહ્યા અને આગને ઝડપથી કાબૂમાં લેવા તમામ પ્રયાસો કર્યા.

પીડિત પરિવારોની દયનીય હાલત

આગના આ તાંડવથી અસરગ્રસ્ત પરિવારો ખુલ્લા આસમાન નીચે આવી ગયા છે. તેમની પાસે માત્ર પહેરેલા એક જોડી કપડાં બચ્યા છે. ઘરનું સર્વસ્વ ખાખ થઈ જતાં પરિવારો પર આભ ફાટી પડ્યું છે. પીડિતોની જીવનભરની કમાણી, મહેનતથી ભેગું કરેલી ચીજવસ્તુઓ અને યાદગારો ગણતરીના કલાકોમાં નાશ પામી. ઘણા પરિવારોના સોના-ચાંદીના દાગીના અને તિજોરીમાં રાખેલી રોકડ રકમ પણ આગમાં ઓગળી ગઈ. ગામમાં ગમગીનીનો માહોલ છવાયેલો છે, અને પીડિતોની આંખોમાં નિરાશા તેમજ ભવિષ્યની ચિંતા સ્પષ્ટ દેખાય છે.બનાવની જાણ દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર ને થતાં તેઓ તથા રાજ્ય સરકાર ના મંત્રી બચુભાઇ ખાબડ લીમખેડના ધારાસભ્ય શૈલેષ ભાભોર દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયા જીલ્લા પંચાયત ના પ્રમુખ કરણસિંહ ડામોર તથા જીલ્લા કલેકટર ડીડીઓ દાહોદ જીલ્લા પોલીસ વડા વિગેરે દોડી જઇ આગ ઓલવી રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરાવતા લીમખેડા વહીવટી તંત્રે તાત્કાલિક નુકસાનીના સર્વે માટે 8 ટીમો બનાવી, સર્વે અને રાહતની કામગીરી શરૂ કરી. પીડિત પરિવારો માટે પ્રાથમિક શાળાના ઓરડાઓમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ ઘણા સ્થાનિકો પોતાના ઘર-પરિવાર છોડીને અન્યત્ર જવા તૈયાર નથી. વહીવટી તંત્ર દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે,

રાજ્ય સરકારના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ તથા દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર ઘટનાસ્થળની મુલાકાત લઈ પીડિત પરિવારોને દિલાસો આપ્યો. તેમણે વહીવટી તંત્રના અધિકારીઓને અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક જરૂરી સહાય ચૂકવવાની સૂચના આપી. આ ઉપરાંત, જે પરિવારોના મકાનો બળી ગયા છે, તેમને ફરીથી ઘર બનાવવા માટે સરકારની યોજનાઓ હેઠળ સહાયની રકમ ચૂકવવા પણ તંત્રને સૂચના આપી.

દુઃખની ઘડીમાં અને રાજ્ય સરકાર લોકોની પડખે ઊભી છે: ભાભોર
સાંસદ જશવંતસિંહ ભાભોરે પીડિત પરિવારોની મુલાકાત લઈ જણાવ્યું કે, આ દુઃખની ઘડીમાં અને રાજ્ય સરકાર લોકોની પડખે ઊભી છે. તેમણે કહ્યું કે, સરકાર તરફથી જે પણ મદદની જરૂર હશે, તે તમામ મદદ કરવામાં આવશે. લોકોને જીવન નિર્વાહ માટે કોઈ મુશ્કેલી ન પડે, તે માટે વહીવટી તંત્રના અધિકારીઓને જરૂરી તમામ વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. આ ધટનાએ ચીલાગોટા ગામના લોકોના જીવનને હચમચાવી દીધું છે.

Most Popular

To Top