લીમખેડા આર્ટસ કોલેજના દબાણ નહિ હટાવાતા કલેકટરને રજૂઆત – Gujaratmitra Daily Newspaper

Dahod

લીમખેડા આર્ટસ કોલેજના દબાણ નહિ હટાવાતા કલેકટરને રજૂઆત

દાહોદ:

લીમખેડાની આર્ટસ કોલેજના ટ્રસ્ટીઓ દ્વારા સરકારી જમીનમા કરવામા આવેલ ગેરકાયદેસર દબાણને લઈને લેન્ડ ગ્રેબીગ સહિતની રજુઆત કરવા છતા કોઈપણ પ્રકારની કાર્યવાહી નહિ કરવામા આવતા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરવામા આવી હતી.

દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના મોટીહાથીધરા ગામે આવેલી આર્ટ્સ કોલેજ લીમખેડાના ટ્રસ્ટીઓ દ્વારા સંસ્થાને ફાળવેલી જમીન કરતા વધારાની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો કરવામા આવતા આ ગેરકાયદેસર દબાણ દુર કરવા રાકેશ બારીયાએ લીમખેડા મામલતદાર, પ્રાંત અધિકારીને વારંવાર લેખિત રજૂઆતો કરવા છતા સ્થાનિક કક્ષાના અધિકારીઓ દ્વારા દબાણ દુર કરવા બાબતે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામા આવી ન હતી, જેથી આર્ટ્સ કોલેજના ટ્રસ્ટીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિગના કાયદા હેઠળ ફરિયાદ કરી હતી, ટ્રસ્ટીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિગની ફરીયાદ કરવા છતા લીમખેડા મામલતદાર અને પ્રાંત અધિકારી દ્વારા રાજકીય દબાણના કારણે નિયમોનુસાર કાર્યવાહી કરવાના બદલે અરજદાર રાકેશ બારીયાની અરજી ખોટી રીતે દફતરે કરવામા આવી હતી, જેથી આજે રાકેશ બારીયાએ કાર્યકર્તાઓ સાથે દાહોદ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.

Most Popular

To Top