Dahod

લીમખેડા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ ક્ષય દિવસે વિશાળ રેલી યોજાઈ

લીમખેડા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ ક્ષય દિવસે વિશાળ રેલી યોજવામાં આવી હતી.
જિલ્લા ક્ષય અધિકારી ડૉ.આર ડી પહાડીયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ સી . એમ.મછાર ના માગૅદશૅન હેઠળ લીમખેડા તાલુકામાં ટીબી સુપરવાઈઝરો તાલુકાના આરોગ્ય સ્ટાફ તમામ CHO તેમજ આશા બહેનો સાથે “વિશ્વ ક્ષય દિવસ નિમિતે “*રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ*” અંતર્ગત લીમખેડા બજારમાં રેલી માઇક પ્રચાર સાથે કાઢવામાં આવી તથા પત્રિકા વિતરણ કરી ટીબી રોગ અંગે પ્રચાર -પ્રસાર કરવામાં આવ્યો. *ટીબી હારેગા*
*દેશ જીતેગા* ના સુત્રોચ્ચાર સાથે લીમખેડા સી એચ સી હોસ્પિટલથી વિશાળ રેલી કાઢવામાં આવી હતી

Most Popular

To Top