Dahod

લીમખેડામાં બે આંગણવાડી કેન્દ્રના કાર્યકરોને છૂટા કરવા આદેશ



જિલ્લા પ્રોગ્રામ ઓફિસરની ઉપસ્થિતમા ખીરખાઈ-૧માં પોષણ પખવાડિયા અંતર્ગત રસોઈ શો યોજાયો, સગર્ભા-ધાત્રી માતાઓને માર્ગદર્શન અપાયું

દાહોદ તા.૧૦

લીમખેડા આઈસીડીએસ શાખાના ઘટક-૧ હેઠળ આંગણવાડી કેન્દ્ર ખીરખાઈ-૧ ખાતે પોષણ પખવાડિયા અંતર્ગત રસોઈ શોનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન એચ. ચૌહાણ અને સીડીપીઓ નીલિમા હઠીલા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકરો અને તેડાગરો સાથે વાલીઓ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા. સગર્ભા માતા, ધાત્રી માતા અને કિશોરીઓને સગર્ભાવસ્થાના પ્રથમ દિવસથી હજાર દિવસ સુધીની સાવચેતીઓ વિશે માહિતી આપવામાં આવી હતી. લાઈવ રસોઈ શોમાં ટી.એચ.આર. અંતર્ગત માતૃશક્તિ, પૂર્ણાશક્તિ અને બાળશક્તિમાંથી પૌષ્ટિક વાનગીઓ બનાવવાનું પ્રદર્શન કરાયું. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓ અને કિશોરીઓમાં પોષણ અને આરોગ્ય અંગે જાગૃતિ લાવવાનો હતો. દરમિયાન, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણે આંગણવાડી કેન્દ્ર ખીરખાઈ-૫ અને દેવડી-૧ની મુલાકાત લીધી. બંને કેન્દ્રોમાં ગંભીર ખામીઓ જાેવા મળતાં કાર્યકરોને છૂટા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આઈસીડીએસ શાખા દ્વારા આંગણવાડી કેન્દ્રોની સતત દેખરેખ રાખવામાં આવશે. સેવાઓની ગુણવત્તા જાળવવા માટે જરૂર પડ્યે કડક પગલાં લેવામાં આવશે. આ પોષણ પખવાડિયાથી સમાજના નબળા વર્ગોમાં આરોગ્ય અને પોષણ પ્રત્યે સભાનતા વધશે તેવી આશા વ્યક્ત કરાઈ છે.

Most Popular

To Top