શાકભાજી વેચતી મહિલા પાસે ગોરસ આમલી માંગી,મહિલા થેલીમાં ગોરસ આમલી ભરતી હતી ત્યારે પૈસાની થેલી આંચકી ભાગી ગયા
પર્સમાં રોકડ રકમ રૂ 2,000, આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ તથા પાનકાર્ડ ની કોપી સાથેનું પર્સ ઝૂંટવી પ્રતાપનગર તરફ ભાગી ગયા
(પ્રતિનિધિ) વડોદરા તા. 21
શહેરના લાલબાગ બ્રિજ નીચે ઉતરતા સર્વિસ રોડ પર શાકભાજી નો પથારો કરતી મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર ની વતની અને હાલમાં પ્રતાપનગર ઝૂંપડપટ્ટીમાં રહેતી એકલી મહિલા શાકભાજી વેચી પોતાનું ગુજરાન ચલાવે છે તા.20 એપ્રિલના રોજ બપોરે ત્રણેક વાગ્યે બે મોપેડ સવાર ઇસમોએ આવી શાકભાજીનો ભાવ પૂછ્યો હતો અને રૂ.28 ની ગોરસ આમલી માંગતા મહિલાએ ગોરસ આમલી થેલીમાં ભરતી હતી તે દરમિયાન મહિલાનું પર્સ ઝૂંટવી પ્રતાપનગર તરફ ફરાર થઇ ગયા હતા પર્સમાં રોકડ રકમ રૂ 2,000, આધારકાર્ડ, પાનકાર્ડ તથા ચૂટણીકાર્ડની તફડંચી અંગેની મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના પ્રતાપનગર ખાતે આવેલી ઝૂંપડપટ્ટીમાં મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બહારપુરાની વતની રાલી રાયસીંગ ધૂંધા નામની આશરે 38 વર્ષીય એકલવાયું જીવન જીવતી મહિલા લાલબાગ બ્રિજ નીચે ઉતરતા સર્વિસ રોડ પરના ફૂટપાથ પર શાકભાજીનો પથારો લગાવી પોતાનું ગુજરાન ચલાવે છે ગત તા.20 એપ્રિલના રોજ બપોરે આશરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ તે શાકભાજી વેચતા હતા તે દરમિયાન મોપેડ પર સવાર બે ઇસમો આવ્યા હતા જેમાં પાછળ બેઠેલા ઇસમે શાકભાજી ના ભાવ પૂછ્યા હતા અને રૂ.20 ની ગોરસ આમલી માંગી હતી જેથી મહિલા થેલીમાં ગોરસ આમલી ભરતી હતી તે દરમિયાન અચાનક એક ઇસમે પથારા પર મૂકેલ કાપડનું પર્સ આંચકી પ્રતાપનગર તરફ ભાગી ગયા હતા મહિલાએ ચોર ચોરની બુમરાણ મચાવી હતી પરંતુ બંને ઇસમો ફરાર થઈ ગયા હતા પર્સમાં રોકડ રકમ રૂ 2,000 મહિલાનું આધારકાર્ડ, પાનકાર્ડ તથા ચૂંટણી કાર્ડ ની તફડંચી અંગેની મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.