Vadodara

લાલબાગ એસ આર.પી ગ્રાઉન્ડમાં તાલીમમાં એક યુવતી બેભાન થઇ ગઇ




બસ્સો જેટલી યુવતીઓ સાથે વહેલી સવારે ત્રીજા રાઉન્ડમાં દોડતા સમયે બેભાન થઇ પડી ગયા હતા

(પ્રતિનિધિ) વડોદરા તા. 22


શહેરના લાલબાગ ખાતે આવેલા એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે બુધવારે વહેલી સવારે દોડની તાલીમ આપવામાં આવી રહી હતી. તે દરમિયાન અચાનક એક યુવતી બેભાન થઇ જતાં તેણીને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર હેઠળ ભાનમાં હોવાનું તથા તબિયતમાં સુધારો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ડાંગ જિલ્લાના નિશાળ ફળિયામાં રહેતી ગામીત શારદાબેન વસંતભાઈ નામની આશરે 24 વર્ષીય યુવતી બુધવારે વહેલી સવારે પોણા છ વાગ્યાની આસપાસ વડોદરા શહેરના લાલબાગ ખાતે આવેલા એસ.આર.પી.પરેડ ગ્રાઉન્ડ ખાતે તાલીમ દરમિયાન દોડી રહ્યા હતા પહેલા તથા બીજા રાઉન્ડમાં હેમખેમ દોડી જ્યારે ત્રીજા રાઉન્ડમાં દોડી રહ્યા હતા તે દરમિયાન અચાનક બેભાન થઇ ઢળી પડ્યા હતા. જેથી તેઓને તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા . જ્યાં તેઓ સારવાર હેઠળ ભાનમાં હોવાનું તથા તબિયતમાં સુધારો હોવાનું જાણવા મળ્યું છે. સવારે બસ્સો જેટલી યુવતીઓ આ તાલીમમાં ભાગ લીધો હતો તે દરમિયાન શારીરિક ફિટનેસ અંતર્ગત દોડ યોજાઇ હતી જેમાં ત્રીજા રાઉન્ડમાં દોડતી વેળાએ યુવતી બેભાન થઇ હતી.ઘણીવાર ડિહાઇડ્રેશન, અશક્તિ ને કારણે શારીરિક વધુ પરિશ્રમ થતાં પણ ચક્કર આવી જતાં હોય છે તેમ એમ્બ્યુલન્સ માં સારવાર આપતાં તબીબે જણાવ્યું હતું.

Most Popular

To Top